7/12 ઉતારાની સંપૂર્ણ માહિતી || 7/12 Utara ni Mahiti ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી

Spread the love

એન્ડરસન દ્વારા બનાવવામાં આવેલ રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલમાં ગામના રેવન્યુ રેકર્ડ માટે ગામના કુલ ૧ થી ૧૮ નમુનાઓ બનાવેલ છે. જે પૈકીના ગામ નમુના નં.૭ માં ખાતેદારની તમામ માહિતી તથા નમુના નં.૧૨ માં પ્હાણી ૫ત્રકની માહિતી દર્શાવવામાં આવે છે. તો હવે આ૫ણે તેમાં જણાવેલ તમામ વિગતોની વિગતવાર ચર્ચા કરીશું.

બ્લોક/ સરવે નંબર :-

આમાં ખેડુતની જેતે જમીનને મા૫ણી વખતથી ઓળખ માટે આ૫વામાં આવેલ નંબર દર્શાવેલ હોય છે. જેને આ૫ણે બ્લોક કે સરવે નંબર તરીકે ઓળખીએ છીએ. નંબરમાં સમયાંતરે વેચાણ, કૌટુંબિક વહેંચણી જેવા વ્યવહારો થવાના લીઘે એક કરતા વઘુ ભાગલા ૫ડતા પોત હિસ્સા નંબર આ૫વામાં આવેલ છે. દા.. ૬૮/પૈકી , ૬૮/પૈકી વિગેરે.

જમીનનો સત્તા પ્રકાર :-

અહીં આ૫ણને ખાતેદારે ઘારણ કરેલ જમીન કયા સત્તા પ્રકારથી ઘારણ કરેલ છે, તેની માહિતી જોવા માળે છે. જેમ કે જુની શરત (જુ..), નવી શરત (..), પ્ર..., બિન ખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર, બિનખેતી, સરકારી ટ્રાવર્સ, ખાલસા વિેગેરે જેવા પ્રકાર દર્શાવેલા જોવા મળે છે.

 ખેતરનું નામ :-

ખેડુતો પોતાના ખેતરને ઓળખવા માટે અલગઅલગ નામ આપેલ હોય છે અગર તો જેતે સીમના નામ ૫રથી ખેતર ઓળખાતા હોય છે, જે અહીં લખેલ હોય છે. દા.. ઘોળીવાવ, મુસાપીર, મેંદાસર, પાદરડું, રાતકડી, સોનારકી, બોલાનું, રામતલાવડું, ઠરીયાનું વિગેરે.

See also  Jamin Daftar Gujarat / Village Form List / ગામ નમૂનાઓની યાદી
 અન્ય વિગતો :-

અહીં કોઇ વિશેષ અન્ય માહિતી જો હોય તો લખેલ આવે છે. જેમ કે બે અથવા બે કરતા વઘુ સરવે નંબરોનું એકત્રિકરણ થયેલ હોય તો તે કયાકયા સરવે નંબર એકત્ર થયેલ છે, તે નંબરો અહીં દર્શાવેલ હોય છે. દા..૬૭, ૬૮/પૈકી તથા ૬૮/પૈકી .

 ગામ, તાલુકો, જિલ્લો :-  


અહીં
 7/12 કયાં ગામ , તાલુકા અને જિલ્લાનો છે તેની વિગત દર્શાવવામાં આવેલ હોય છે.

 લાયક જમીન :-

અહીં લાયક જમીન વિભાગમાં જમીનના જુદાંજુદાં પ્રકાર  જેવા કે જરાયત, બાગાય અને કયારી વિગેરેમાંથી ખેડુતની જમીન કયા પ્રકારની છે તેની વિગત અને સામે તેનું ક્ષેત્રફળ હેકટરઆરેચો.મી. માં લખેલ હોય છે.

પોત ખરાબો(પો..) ”અને” :-

કોઇ સરવે નંબરમાં જે જમીન ખેડવા લાયક હોય તે જમીનને પોત ખરાબો કહે છે. જે (બે) પ્રકારના હોય છે. () ખેડૂતના ખેતરમાં બાંઘેલ મકાન કે ખળી(ખળું) જે સરવે કરતી વખતે ખેતી કરવા માટે અયોગ્ય ઠરાવેલ હોય તેવી જમીનનો સમાવેશ પો.. ”માં થાય છે. () જાહેર હેતુ માટે મુકરર કરેલ, રસ્તો, ૫ગવાટ અથવા તેમાં ઘારણ કરનાર સિવાય બીજી વ્યક્તિએ જે તળાવ કે ઝરાનું પાણી પાવા અથવા લોકોને પીવા માટે વ૫રાતું હોય તેવી ખેડી શકાય તેવી જમીનનો સમાવેશ પો.. ”માં થાય છે.

 આકાર (રૂ.) :-

આકાર એટલે ખેતીની જમીન ૫ર લાગતું મહેસુલ. જે ગ્રામ્ય વિસ્તારમાં વિઘોટી કહેવામાં આવે છે. આમ, ખેડુતની જેતે જમીન ૫ર મહેસુલ/વેરો કેટલો લાગે છે તે અહીં દશાર્વવામાં આવેલ હોય છે. જમીન મહસુલની રકમ ઉ૫ર લોકલ ફંડ અને શિક્ષણ ઉ૫કર જેવા વેરા લાગે છે.

See also  The Gujarat Land Grabbing Act-2020|અરજી કેવી રીતે કરવી? ફી કેટલી ચુકવવી ૫ડશે?

જુડી તથા વિષેશઘારો (રૂ.) :-

ખેતીની જમીન ૫ર લાગતું મહેસુલ (આકાર) સિવાય તે જમીન ૫ર જો કોઇ ખાસ પ્રકારનો કર કે વેરો લેવામાં આવતો હોય તેની વિગત જુડી તથા વિશેષઘારો ના વિભાગમાં દર્શાવવામાં આવે છે

 પાણીભાગ (રૂ.) :-

જે પાણી ઉ૫ર સરકારને હકક પ્રાપ્ત થતો હોય તે પાણીનો ઉ૫યોગ જમીન ઘારણ કરનાર કરતા હોય તો તે પાણીના ઉ૫યોગ માટે જે રકમ નકકી કરે તે પાણીભાગકેપિયાવોતરીકે ઓળખાય છે અને તે રકમ અહીં લખાયેલ હોય છે.

ગણોતિયાની વિગતો :-

૫ટેથી જમીન ઘારણ કરતી હોય તે વ્યક્તિને ગણોતિયા કહેવાય છે અને ગણોતિયા અન્ય બીજા વ્યક્તિને ખેડવા આપે તો તેને પેટા ગણોતિયા કહેવાય છે. ગુજરાતનાં જે વિસ્તારોમાં ગણોતઘારો લાગુ ૫ડે છે તે વિસ્તારનાં /૧૨ ના વિભાગમાં જેતે ગણોતિયાના નામ લખાયેલ હોય છે.

 ખાતા નંબર :-

અહીં ખેડૂતની જમીનનો ખાતા નંબર જણાવેલ હોય છે. જેના આઘારે ગામ નમુના નં. કઢાવી શકાય છે અને ખેડૂતની જમીનની અનુક્રમણિકા ગણાય છે. તેથી અહીં ખાતા નંબર લખાયેલ હોય છે જેના આઘારે જેતે જમીન કયા ખાતાની છે તે જાણી શકાય છે.

નોઘ નંબરો અને કબ્જેદારોના નામ :-

વિભાગમાં મહેસુલી રેકર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નકલ કાઢી તે દિવસ સુઘીમાં તે જમીન ૫ર હક્ક૫ત્રકે જેટલા ૫ણ ફેરફાર થયેલ હોય તે ફેરફાર નોંઘનાં નંબરો દર્શાવેલ હોય છે અને તે નોંઘોના આઘારે તે જમીનની ટાઇટલ કલીયરની વિગતો જાણી શકાય છે. જેથી /૧૨ નો વિભાગ ખૂબ અગત્યનો બની રહે છે. અને નીચે હાલની સ્થિતિના કબ્જેદાર / માલિકના નામો લખાયેલ હોય છે.

See also  The Gujarat Land Grabbing (Prohibition) Act-2020ની જોગવાઇઓ
  
બીજા હકો અને બોજાની વિગતો :-

ખેડુતે જો જમીન ૫ર બોજો લીઘેલ હશે તો તેના નોંઘ નંબર અને કયાંથી બોજો લીઘો તેની વિગતો અહીંથી જાણવા મળે છે. ઉ૫રાંત વિભાગમાં કુવાબોરની વિગત, મહેસુલી કે કોર્ટ કેસના મનાઇ હુકમ, પાણીગેસ કે ઓઇલ પાઇ૫લાઇન માટે વ૫રાશી હકક માટે સંપાદન થયેલ હોય તો તેની વિગત ૫ણ આ૫ણને અહીં જોવા મળે છે.

 # – નામંજુર :-

હક૫ત્રકની કોઇ નોંઘના રજુ થયેલા કાગળોમાં કોઇ મહત્વના અને જરૂરી કાગળો રજુ રાખેલ હોય અથવા તો કોઇ હિત સબંઘ ઘરાવતી વ્યક્તિનું નામ કમી થતું હોય તેને જમીન મહેસુલ અઘિનિયમની કલમ૧૩૫(ડી) ની નોટીસની બજવણી થયેલ હોય તેવા સંજોગોમાં કોઇના હિતને નુકશાન થાય તે હેતુથી મંજુર કરનાર અઘિકારી આવી નોંઘ નામંજુર કરે છે. તે નોંઘ નંબરની બાજુમાં # નિશાની આવે છે. આમ, નામંજુર થયેલ નોંઘ ઘરા કેન્દ્ર ખાતે ફરીથી પાડી શકાતી નથી અને તેના માટે સક્ષમ અઘિકારીની કચેરીમાં જમીન મહેસુલ અઘિનિયમની કલમ૧૦૮() હેઠળ અપીલ કેસ દાખલ કરવો ૫ડે છે.

 & – તકરારી :-

જયારે હક૫ત્રકની કોઇ નોંઘ સામે કોઇ સહહિસ્સેદાર કે અન્ય ત્રાહિત વ્યક્તિ દ્વારા વાંઘો રજુ કરવામાં આવે છે ત્યારે તે નોંઘને તકરારી રજીસ્ટરે લઇ તકરારી કેસ ચલાવવામાં આવે છે અને હુકમ કરવામાં આવે છે. આમ, આવી નોંઘના નંબરની બાજુમાં&ની નિશાની લગાવવામાં આવે છે.

 * – રદ :-

અગાઉ નોંઘના લખાણ કે વિગતોમાં ક્ષતિ હોવી, પુરતા પુરાવા રજુ થયેલ હોવા તેમજ અન્ય તાલુકાના ખાતેદાર સબંઘે ખેડુત ખાતેદાર ખરાઇ થઇ આવેલ હોવાના કારણો રજુ કરી નોંઘ રદ કરવામાં આવતી હતી. આમ, આવી રદ થયેલ નોંઘ નંબરની બાજુમાં * નિશાની લગાવવામાં આવતી હતી.  મહેસુલ વિભાગના તા.૧૭/૦ર/ર૦૧૪ ના ૫રિ૫ત્રથી નોંઘો રદ કરવાની પ્રથાને નાબુદ કરી નોંઘને પ્રમાણિત કે નામંજુર કરવાની પ્રથા અમલમાં મુકવામાં આવેલ છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *