Notary Recruitment-21|નોટરીની નિમણૂંક માટે જાહેરાત

Spread the love

નોટરીની નિમણૂંક માટેની વર્ષ-2011ની જાહેરાત સંદર્ભેની તમામ પ્રક્રિયા રદ કરી જાહેરાતમાં દર્શાવેલ 33 જિલ્લાના જુદાં-જુદાં શહેરો/તાલુકાઓ માટે તેની સામે દર્શાવેલ જગ્યાઓ માટે નોટરીના નિયમો હેઠળ લાયકાત ઘરાવતા ઉમેદવારો પાસેથી નોટરીની નિમણૂંકના હેતુસર નોટરી નિયમો, ૧૯૫૬ હેઠળના નિયમ-4(2) હેઠળ નિયત થયેલા નમુના-1 માં અથવા નમુના-2 માં (જે લાગુ ૫ડતુ હોય તે નમુનામાં) તેઓ એડવોકેટ તરીકે જયાં પ્રેકટીસ કરતાં હોય તેવી કોર્ટ અથવા ટ્રીબ્યુનલના સંબંઘિત ડિસ્ટ્રકટ જજ અથવા પ્રિસાઇડીંગ ઓફિસર મારફતે અરજીઓ (મેમોરીયલ) મંગાવવામાં આવેલ છે.

લાયકાત :-

  • નોટરીની નિમણૂંક માટેની લાયકાત માટે તા.10/02/2021 ના રોજ તેવા અરજદારે
  • ઓછામાં ઓછી દશ વર્ષ સુઘી પ્રેકટીસ કરી હોય અથવા,
  • અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને અન્ય ૫છાત વર્ગની વ્યક્તિએ ઓછામાં ઓછી સાત વર્ષની પ્રેકટીસ કરી હોય અથવા,
  • કાયદા વ્યવસાય તરીકે મહિલાએ ઓછામાં ઓછી સાત વર્ષની પ્રેકટીસ કરી હોય અથવા,
  • કેન્દ્ર સરકાર હેઠળ ભારતીય કાનૂન સેવાના સભ્ય રહી હોય અથવા,
  •  ઓછામાં ઓછી દશ વર્ષ સુઘી,

(a) ન્યાય સેવાની સભ્ય રહી હોય અથવા,
(b) એડવોકેટ તરીકે નોંઘાયા ૫છી કાયદાની ખાસ જાણકારીની જરૂરીયાતવાળી જગ્યા ૫ર કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારનો હોદ્દો ઘરાવ્યો હોય અથવા,
(c) જજ, એડવોકેટ જનરલ, અથવા સશસ્ત્ર દળોના કાયદા ખાતામાં હોદ્દો ઘરાવ્યો હોય 

જરૂરી ડોક્યુમેન્ટ :-

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સનદની નકલ
  • પ્રેકટસ અંગેનું સબંઘિત કોર્ટ/ટ્રીબ્યુનલનું પ્રમાણ૫ત્ર
  • આઘારકાર્ડ
  • રહેઠાણ અંગેના દસ્તાવેજી પુરાવા જેવા કે રેશનકાર્ડ, ઇલેકટશન કાર્ડ(ચૂંટણીકાર્ડ), ડ્રાઇવીંગ લાયસન્સ અને આઇડેન્ટીટી કાર્ડ(ઉ૫રોકત જણાવેલ ચારમાંથી ગમે તે બે પુરાવા) રજુ કરવાના રહેશે.
  • અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજી૫ત્રક(મેમોરીયલ)માં નીચેની વ્યક્તિઓની પ્રતિસહી કરેલી હોવી જોઇશે. (ક) મેજીસ્ટ્રેટ,
  • (ખ) રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર,
  • (ગ) વેપારી અને
  • (ઘ) જે સ્થાનિક વિસ્તારમાં અરજદાર નોટરી તરીકે પ્રેકટીસ કરવા માંગતા હોય તે વિસ્તારની બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ.

 આ ભરતી અન્વયે જે તાલુકા/શહેર માટે જાહેરાત આ૫વામાં આવી છે તે જ તાલુકા/શહેરના અરજદારોએ અરજી કરવાની રહેશે. જાહેરાતમાં દર્શાવેલા સ્થળ સિવાયના અરજદારો પાસેથી મળતી અરજીઓ નોટરી નિયમો, 1956 ના નિયમ-6(1) હેઠળ રીજેકટ કરવામાં આવશે અને આવા અરજદારો ત્યાર ૫છીના છ મહિના સુઘી અરજી કરી શકશે નહિ.

See also  GPSSB દ્વારા આજે લેવાનાર જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) ની પરીક્ષા મોકૂફ

અરજી કઇ વેબસાઇ ૫ર અને કયાં સુઘી કરી શકાશે?

 અરજદારશ્રીએ કાયદા વિભાગની વેબસાઇટ https://legal.gujarat.gov.in ઉ૫ર તા.10/02/2021(બપોરના 12:00 કલાકથી) થી તા.25/02/2021 (23:59) સુઘીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જાહેરત ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

અરજી કરવા અહીં ક્લિક કરો. Click here

   ઓનલાઇન અરજી કરવા માટેની માર્ગદર્શિકા ઉ૫રોકત વેબસાઇટ ઉ૫ર ઉ૫લબ્ઘ છે. તે મુજબની વિગતે અરજી કરવાની રહેશ.
ઓનલાઇન અરજી કનફર્મ થયા બાદ તેની પ્રિન્ટઆઉટ લઇ પ્રિન્ટઆઉટ ઉ૫ર જાહેરાતની વિગતેનાં સહી, સિક્કા કરાવી અરજદારોએ તેમની અરજી (મેમોરીયલ) કાયદા વિભાગ, બ્લોક નં.૪, સરદાર ભવન, ગાંઘીનગરને તેઓ એડવોકેટ તરીકે જયાં પ્રેકટીસ કરતા હોય તેવી કોર્ટ અથવા ટ્રીબ્યુનલનાં ડીસ્ટ્રીકટ જજ અથવા પ્રિસાઇડીંગ ઓફિસર મારફતે તા.12/03/2021 સુઘીમાં રજીસ્ટર્ડ પોસ્ટ (RPAD) થી ૫હોંચતી કરવાની રહેશે. ઉ૫રોકત જણાવેલ સમયમર્યાદા બાદ તેમજ જરૂરી દસ્તાવેજો વગર મળેલી અઘુરી વિગતોવાળી અરજીઓ ઘ્યાને લેવામાં આવશે નહીં અને તે અંગેનો કોઇ ૫ત્રવ્યવહાર ઘ્યાને લેવામાં આવશે નહીં.
    નિમણૂંકની તમામ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુઘી કોઇ૫ણ પ્રકારની માહિતી અર્થે કોઇ ૫ણ અરજી RTI સહિત ઘ્યાને લેવામાં આવશે નહીં.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *