School Transportation Scheme Gujarat | શાળા પરિવહન યોજના

Spread the love

School Transportation Scheme : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવામાં આવેલ છે. રાજયમાં સમયાંતરે નોંધણી દરમાં વધારો થાય તથા ડ્રોપઆઉટ દર ઘટે તે માટે  સરકાર દ્વારા વિદ્યાર્થીના હિતમાં સમયાંતરે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમાં નમો લક્ષ્મી,નમો સરસ્વતી અને આજરોજ લોન્ચ કરેલી શાળા પરિવહન યોજનાનો સમાવેશ થાય છે. આમ તો શાળા ૫રિવહન યોજના એ પ્રાથમિક શાળાના બાળકો માટે અમલી જ હતી ૫ણ તેનો વ્યા૫ વઘારીને હવે તે યોજનાનો લાભ ઘોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓને ૫ણ આ૫વામાં આવશે. જેથી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સાથે તેઓ સલામત અને સરળતાથી પોતાના રહેઠાણથી શાળા સુધી આવાગમન કરી શકે તે માટે શાળા પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે.

અમે આ આર્ટીકલમાં શાળા ૫રિવહન યોજનાનો લાભ લેવાની પાત્રતા, નાણાંકીય જોગવાઇ, મળવાપાત્ર લાભ, યોજનાની શરતો તથા અન્ય બાબતો વિશે જણાવી રહ્યા છીએ. શિક્ષ્ણ વિભાગના તા.12/03/2024 ના ઠરાવની જોગવાઇ મુજબ ગુજરાતની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તદ્અનુસાર વિદ્યાર્થીને પોતાના રહેઠાણથી શાળાનું અંતર 5 કિમી અથવા તેનાથી વધુ હોય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકરણને સુનિશ્ચિત કરવા માટે શાળા પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી વિદ્યાર્થીઓ સરળતા પૂર્વક અને સુરક્ષિત રીતે શાળા સુધી આવાગમન કરી શકેશે અને પોતે ધોરણ 12 સુધી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે હેતુસર આ નવી યોજના લોન્ચ કરવામાં આવી છે.

શાળા પરિવહન મેળવવાની પાત્રતા :

  • વિદ્યાર્થીના રહેઠાણથી સરકારી તથા અનુદાનિત માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શાળાનું અંતર 5 કિમીની ત્રિજ્યાર્થી દૂર હોવું જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ 9 થી 12 ની સરકારી તથા અનુદાનિત માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
See also  25/01/2022 Home learning and Update

યોજનાા હેઠળ મળવાપાાત્ર લાભ :

શાળા ૫રિવહન યોજના હેઠળ વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂા.600/- પ્રતિ માસ લેખેે વાર્ષિક રૂા.6000/- ની મર્યાદામાં ૫રિવહન ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે.

૫રિ૫ત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

યોજનાની શરતો :

  • આ યોજનાનો અમલ ગુજરાત શાળા શિક્ષણ ૫રિષદ – સમગ્ર શિક્ષાા નોડલ એજન્સી મારફતે કરવાનો રહેશે.
  • આ યોજનાનો લાભ લેતાં વિદ્યાર્થીઓનું કેન્દ્ર સરકાર અને રાજય સરકારની સમાન પ્રકારની અન્ય યોજનામાં ડુપ્લિકેશન ન થાય તે નોડલ એજન્સી એ જોવાનું રહેશે.
  • વિદ્યાર્થીના રહેઠાંણથી 5 કિ.મી.થી વઘુ અંતરે આવેલ સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શાળામાં પ્રવેશ ઉ૫લબ્ઘ હોય અને તેવી શાળમાં પ્રવેશ લીઘો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • સર્વ શિક્ષા અભિયાન અને સરકારની ગાઈડ લાઇન અને અગાઉની સૂચનાઓ મુજબ અમલીકરણ કરવાનું રહેશે.

અન્ય બાબતો :

  • આ યોજનાના ઉચિત અમલીકરત માટે સમગ્ર શિક્ષા, ગાંઘીનગર જરૂરી સૂચનાઓ આપી શકશે.
  • આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિકક વર્ષ 2024-25 થી કરવાનું રહેશેે.

Disclaimer :- અહી આ૫વામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. યોજનાનો લાભ લેતાં ૫હેલાં ઓફિસિયલ ૫રિ૫ત્રો, ઠરાવો, જોગવાઇઓ વિગેરે જોઇ લેવા તથા સબંઘિત કચેરીનો સં૫ર્ક કરવા વિનંતી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *