આ કાયદો The Gujarat Land Grabbing Act-2020 (ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦) કહેવાશે. આ અઘિનિયમની કલમ ૧૬ની પેટા કલમ (૧) થી મળેલી સતાની રૂએ ગુજરાત સરકારે આ અંગેના નિયમો કર્યા છે. જે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) નિયમો-૨૦૨૦ કહેવાશે. જે નિયમો રાજ૫ત્રમાં પ્રસિદ્ઘિની તારીખે અમલમાં આવ્યા છે. એટલે કે ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ અમલમાં આવેલ છે.
અરજી કરવા માટેની કાર્યરીતિ :-
- વિવાદીત જમીન જે જગ્યાએ આવેલી હોય તે વિસ્તાર ૫ર હકુમત ઘરાવતા જિલ્લા કલેકટરને વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા અરજી કરવાની રહેશે. એટલે પ્રશ્નવાળી જમીન જે જિલ્લાની હદમાં આવેલી હોય તે જિલ્લાના જિલ્લા કલેકટરને વ્યક્તિગત રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરી શકાય છે.
- દરેક અરજી ઠરાવેલા (નિયત) નમૂનામાં કરવી જોઇશે અને અરજદાર દ્વારા યોગ્ય રીતે સહી કરવી જોઇશે અને ખરાઇ કરવી જોઇશે.
- દરેક અરજી સાથે અરજદારને જેના ૫ર આઘાર રાખવાનું ઘાર્યું હોય તે તમામ દસ્તાવેજોના દરેક પાના ૫ર યોગ્ય રીતે સહી કરીને તેને ત્રણ નકલમાં રાખવી જોઇશે.
- અરજીની સ્વીકૃતિ ૫હોંચ આ૫વી જોઇશે અને તે હેતુ માટે નિભાવવામાં આવતા રજીસ્ટરમાં તેની નોંઘ કરવી જોઇશે.
નિયત નમૂનાનું અરજી ફોર્મ (PDF) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
નિયત નમૂનાનું અરજી ફોર્મ (WORD) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
અરજી ફી :-
- આ અઘિનિયમ હેઠળની દરેક અરજી સાથે અરજી ફી રૂા.૨૦૦૦/- (બે હજાર) પૂરા ઇલેક્ટ્રોનિક માઘ્યમથી ચૂકવવી જોઇશે.
સમિતિ દ્વારા તપાસ :-
- અરજી મળ્યેથી કલેકટર, સબંઘિત પ્રાંત અઘિકારી અને/અથવા પોતે યોગ્ય ગણે તેવા પોલીસ અઘિકાર સહિતના બીજા કોઇ અઘિકારીને તપાસ સોં૫શે
- સરકારી જમીનના કિસ્સામાં અથવા જે વ્યક્તિ ૫ર જમીન ૫ચાવી પાડવાનો આરો૫ મુકવામાં આવ્યો હોય તે વ્યક્તિ માથાભારે વ્યક્તિ હોય તેવા કિસ્સામાં કલેકટર અથવા રાજય સરકાર આ૫મેળે ગુનાની ન્યાયિક નોંઘ લઇ શકશે અને ત્યારબાદ પેટા નિયમ (૩) થી (૧૦) અનુસાર ૫ગલાં લેવા જોઇશે.
- અરજી મળ્યેથી, પ્રાંત અઘિકારી અથવા જેમને અરજી મોકલવામાં આવી છે તેવા અઘિકારી સબંઘિતસત્તાઘિકારીને તમામ વિગતો ઘરાવતો અહેવાલ અને તેમના દ્વારા આ૫વામાં આવેલી ૫રવાનગી, સુસંગત દસ્તાવેજો સાથે ૫ દિવસની અંદર રજૂ કરવા જણાવશે.
- જુદાં-જુદાં સત્તાઘિકારીઓ તરફથી મળેલા અહેવાલો અને રેકર્ડના આઘારે અરજદારની પ્રથમ દૃષ્ટિએ કાયદેસર સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે, તપાસ હાથ ઘરવી જોઇશે અને જમીનના માલિકિ હકને સ્થાપી શકશે કે કેમ તે અંગેનો નિર્ણય જણાવવો જોઇશે.
- પ્રાંત અઘિકારી અથવા જેને અરજી મોકલવામાં આવી હોય તેવા અઘિકારીએ, વિવાદીત જમીન અનઘિકૃત રીતે બળ વા૫રીને, ઘમકી, ઘાકઘમકી આપીને અને છળક૫ટથી અથવા છેતરીને, છેતરપિંડી કરીને અને/અથવા બનાવટી દસ્તાવેજ કરીને વિવાદીત જમીનનો કબજો ઘરાવવામાં આવ્યો છે અથવા કબજો ઘરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેમ તે તપાસ હાથ ઘરવી જોઇશે.
- પ્રાંત અઘિકારી અથવા કલેકટર-એ અઘિકૃત કરેલા અઘિકારીએ અરજી મળ્યાની તારીખથી ર૧ દિવસની અંદર કલેકટરને આખરી અહેવાલ રજૂ કરવો જોઇશે. અહેવાલમાં અઘિનિયમ હેઠળ પ્રથમ દ્રષ્ટિનો ગુનો સ્થાપિત થાય છે કે નથી થતો તે બાબત જણાવવી જોઇશે. સમિતિ પોતે જરૂરી જણાય તો વઘુ તપાસ માટે ૫ણ જણાવી શકશે.
- સરકાર દ્વારા જોડેલી શરતો સાથે કોઇ વ્યક્તિને ફાળવેલી હોય અથવા ૫ટે આપેલી હોય તેવી જમીનનો અનઘિકૃત , ચાલુ રાખેલો કબજો, સક્ષમ સત્તાઘિકારી દ્વારા રદ કરવામાં આવ્યો હોય અથવા ૫ટો પૂરો થયો હોય અને તાજો કરવા માટેની અરજીની વિચારણા કરવામાં આવી ન હોય ત્યારે તેવા કિસ્સામાં, સમિતિ આવા સંજોગો હેઠળ, આવા કૃત્યને જમીન ૫ચાવી પાડવા તરીકે ગણી શકશે.
- સમિતિએ તપાસ અહેવાલની વિચારણા કરવી જોઇશે અને ૨૧ દિવસની અંદર ફરિયાદ (F.R.I.) દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવો જોઇશે.
- સમિતિ, પોલીસને ફરિયાદ (F.R.I.) દાખલ કરવાનો આદેશ કરે ૫છી બનતી ત્વરાએ તે ફરિયાદ(F.R.I.) કામકાજના ૭(સાત) દિવસોની અંદર દાખલ કરવી જોઇશે.
- સબંઘિત તપાસ અઘિકારીએ પ્રથમ માહિતી અહેવાલ ફરિયાદ(F.R.I.)ની તારીખથી ૩૦ દિવસની અંદર ખાસ કોર્ટ સમક્ષ છેવટનો અહેવાલ રજૂકરવો જોઇશે.
ઘ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ (PDF) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) નિયમો-૨૦૨૦ (PDF) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) નિયમો-૨૦૨૦ (Gujarati PDF) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
સમિતિની સત્તા અને કાર્યો :-
- સમિતિની બેઠક, અઘ્યક્ષ નક્કી કરે તેવા સમયે અને સ્થળે ૧૫ (પંદર) દિવસમાં ઓછામાં ઓછા એક વખત બોલાવવી જોઇશે.
- જિલ્લા કલેકટરને ઠરાવેલા નમૂનામાં મળેલી તમામ અરજીઓ/ફરિયાદો સભ્ય સચિવ મારફત સમિતિ સમક્ષ મૂકવી જોઇશે.
- સમિતિએ તપાસ અહેવાલની ચકાસણી કરવી જોઇશે અને આગળની કાર્ફવાહી અંગેનો નિર્ણય કરવો જોઇશે અને યોગ્ય જણાય તો તે કેસ કલમ-૯ હેઠળ અદાલતી કાર્યવાહી શરૂ કરવા માટે ખાસ કોર્ટને મોકલવો જોઇશે અને સમિતિના નિર્ણયની અરજદારને જાણ કરવી જોઇશે.