Unresurv Category (બિન અનામત વર્ગ માટે)

Spread the love

Unresurv Category (બિન અનામત વર્ગ માટે)

ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ વિચારતી અને વિમુક્ત જાતિઓના શૈક્ષણિક, આર્થિક તેમજ અન્ય સર્વાંગી વિકાસની પ્રવૃતિઓ માટે જુદાં-જુદાં નિગામો કાર્યરત છે. અનામત વર્ગો સિવાયના બિન અનામત વર્ગો જેવાં કે પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, લોહાણા, સોની, ખમાર, મહેશ્વરી વિગેરે જેવી અંદાજે ૫૮ જેટલી બિન અનામત વર્ગોની જ્ઞાતિઓનાં શૈક્ષણિક, આર્થિક સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ” ની રચના કરવામાં આવેલ છે અને તેનું વડુ મથક ગાંધીનગર રાખવામાં આવેલ છે.

ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નિગમની રચના, તેનાં ઉદ્દેશો, પ્રવૃતિઓ, તથા બિન અનામત વર્ગની જાતિઓ નક્કી કરવા અને તેઓને બિન અનામત વર્ગનાં પ્રમાણપત્ર આપવા બાબતે જુદાં-જુદાં પરિપત્રો કરી તે અંગેની જોગવાઇઓ કરવામાં આવેલ છે. તે પરિપત્રોની લિંક નીચે આપવામાં આવેલ છે.

તારીખવિગતડાઉનલોડ
30/09/2017ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચનાDownload
05/10/2017બિન અનામત વર્ગો માટે રાજય આયોગની રચના કરવા બાબતDownload
23/10/2017અઘિસૂચનાDownload
30/05/2018બિન અનામત વર્ગોને પ્રમાણ૫ત્ર આ૫વા બાબતDownload
15/08/2018ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાને મંજુરી આ૫વા બાબતDownload
30/08/2018ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓના અમલીકરણ માટે જીલ્લા કક્ષાએ ક્ષેત્રીય કામગીરી માટે મેનેજરની નિયુક્તિ કરવા બાબતDownload
06/12/2018બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવા બાબતDownload
01/01/2019બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવા બાબતDownload
25/01/2019ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓમાં સુઘારો કરવા બાબતDownload
04/02/2019ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓમાં વિદ્યાર્થી/લાભાર્થીઓને સહાય મંજુર કરવાની સતાઓ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના જીલ્લા કક્ષાના અઘિકારીઓને સોં૫વા બાબત.Download
13/02/2019બિનઅનામત વર્ગની જાતિઓ નક્કી કરવા બાબતDownload
30/08/2019બિનઅનામત વર્ગની જાતિઓની યાદીમાં ઉમેરો કરવા બાબતDownload
16/12/2019ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની લોન યોજના અન્વયે મિલ્કત ૫ર બોજા નોંઘ કરવા બાબતDownload

આશા રાખી કે આ આર્ટીકલ આપને મદદરૂપ થયો હશે. આવી જ ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ, ટેલિગ્રામ ચેનલ તથા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ સાથે જોડાયેલ રહેવાં અને આ માહિતી અન્ય લોકો સુધી શેર કરવા વિનંતી.


Spread the love