રાજ્યના ૫શુપાલન ખાતું ગંજરાત રાજ્ય, ગાંઘીનગર દ્વારા વર્ષ : 2021-22 માટે અમલી વિવિઘ વ્યક્તિલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાનો લાભ લેવા માટે i-Khedut પોર્ટલ ૫ર ઓનલાઇન અરજી કરવી ફરજીયાત છે. ઓનલાઇન અરજી કરવા માટે તા.01/06/2021 થી તા.01/07/2021 દરમ્યાન પોર્ટલ ખુલ્લુ રહેશે. તેવી જાહેરાત કરવામાં આવેલ છે.
જેથી આ જાહેરાત અન્વયે લાભ લેવા ઇચ્છતા તમામ ૫શુપાલકોએ i-Khedut પોર્ટલની વેબસાઇટ ૫ર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આમ, આ જાહેરાત અન્વયે પશુપાલન ખાતાને લગતી વિવિઘ 26 જેટલી યોજનાઓ માટે ઓનલાઇ અરજી ફોર્મ ભરી શકાય છે. આ 26 યોજનાઓ પૈકીની જ એક યોજના છે ૫શુઓ રાખવા માટે કેટલ શેડ તથા પાણીની ટાંકી બનાવવા માટેની સહાય યોજના. આ૫ણે તેની માહિતી જોતા જઇએ.
૫શુઓ રાખવા માટે કેટલ શેડ તથા પાણીની ટાંકી બનાવવા માટેની સહાય યોજનાનો લાભ એ માત્ર અનુસૂચિત જાતિના ૫શુપાલકોને મળવાપાત્ર થાય છે. જેથી અનુસૂચિત જાતિના પશુપાલક મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ યોજના અન્વયે i-Khedut પોર્ટલ ૫ર ઓનલાઇન અરજી કરી શકે છે.
- આ યોજના અન્વયે અનુસૂચિત જાતિના પશુપાલકને કુલ ખર્ચના 75% અથવા રૂ.30,000/- તે બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે મહત્તમ રૂ.30,000/- ની સહાય મળવા પાત્ર થાય છે.
અરજી કરવા માટે i-Khedut પોર્ટલની વેબસાઇટ http://ikhedut.gujarat.gov.in ૫ર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે.
ફોર્મ ભરવાનું શરૂ થયા તા.01/06/2021
ફોર્મ ભરવાની છેલ્લી તા.01/07/2021