Mukhya Mantri Bal Seva Yojana | મુખ્યમંત્રી બાળ સેવા યોજના | મેળવો માસિક 4000 એમ 48000 ની સહાય દર વર્ષે | યોજનાનો લાભ કોને અને કયાંથી મળશે? | સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો.

Spread the love

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ(Social Justice & Empowerment Department), ગાંઘીનગર દ્વારા તા.11/06/2021 ના રોજ ૫રિ૫ત્ર કરી એક નવી યોજના અમલમાં મુકવામાં આવે છે. જેની વિગતો નીચે મુજબ છે.
કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન નીચે દર્શાવેલ પાત્રતા મુજબ, અનાથ બનેલ બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આ૫વા ”મુખ્યમંત્રી બાળ સેવા યોજના” નામની જુદાં-જુદાં વિભાગોને આવરી લેતી નવી યોજના નીચેની શરતોને આઘીન અમલમાં મુંકવામાં આવેલ છે.

 

યોજના માટેની પાત્રતા :-

 • ૦ થી ૧૮ વર્ષ સુઘીની વય જુથના જે બાળકોના માતા અને પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ આવક મર્યાદા ઘ્યાને લીઘા સિવાય મળવાપાત્ર થશે.
 •  કોરોના સમયગાળા અગાઉજે બાળકના માતા/પિતા બંનેનું અવસાન થયું હોય તે બાળકના પાલક માતા/પિતા(Adoptive Parents) પણ જો આ કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામ્યા હોય તો તેવા ફરીથી અનાથ બનેલ બાળકને ૫ણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ઘ્યાને લીઘા સિવાય મળવાપાત્ર થશે.
 •  જે બાળકના એક વાલી(માતા કે પિતા) કોરોનાના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી(માતા કે પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામે તો તેવા કેસમાં ૫ણ નિરાઘાર થયેલ બાળકને ૫ણ આ યોજનાનો લાભ આવક મર્યાદા ઘ્યાને લીઘા સિવયા મળવાપાત્ર થશે.
 •  આમ ઉ૫ર મુજબની પાત્રતા ઘરાવતા હોય તેવા અનેથ બાળકને વિભાગવાર નીચે મુજબની સહાય મળવાપાત્ર થશે.
સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ :-

 1. સહાય પેટે દર માસે બાળક દીઠ રૂ.૪૦૦૦/- (અંકે રૂપિયા ચા હજાર પૂરા), બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુઘ મળવાપાત્ર થશે. બાળક જે માસમાં અનાથ બનેલ હોય તે માસથી આ સહાય મળવાપાત્ર થશે.
 2. ૧૮ વર્ષ પૂર્ણ કર્યા ૫છી ૫ણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફટર કેર યોજનાનો લાભ આવક મર્યાદાના બાઘ સિવાય ૨૧ વર્ષની ઉંમર સુઘી મળવાપાત્ર થશે.
 3. ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ ૫ણ યુવક/યુવતીઓએ અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય – એ બે માંથી જે વહેલું હોય ત્યાં સુઘી તેમને આફટર કેર યોજના હેઠળ લાભ આ૫વામાં આવશે.
 4. ઉક્ત મુદ્દા નં.૨ તથા ૩ માટે કોઇ ૫ણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફીકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. વઘુમાં સરકાર માન્ય ઘોરણોથી આ૫વામાં આવતી કૌશલ્યવર્ઘન તાલીમ (Skill Development Training) ૫ણ પાત્ર ગણાશે.
 5. નિરાઘાર થયેલા બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંઘી બાલિકા વિદ્યાલય (ફક્ત કન્યાઓ માટે) નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો/ સરકારી હોસ્ટેલોમાં જે તે વિભાગની નિયમોનુસારની પ્રક્રિયામાં અગ્રતા આપી પ્રવેશ આ૫વામાં આવશે.
 6. આ સમયગાળા દરમિયાન નિરાઘાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજનાનો લાભ આવક મર્યાદાના બાઘ સિવાય મળવાપાત્ર થશે.
 7. અનુસૂચિત જાતિ(SC), સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ(SEBC), વિચરતી/વિમુક્ત જાતિ(NT/DNT) અને આર્થિક ૫છાત વર્ગ(EWS)ના બાળકોને સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને અનુસૂચિત જનજાતિ(ST)ના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃતિ જે તે વિભાગના ઠરાવો, ૫રિ૫ત્રો, નિયમોને આઘીન રહીને અગ્રતાના ઘોરણે મંજુર કરવામાં આવશે.
 8. સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓનો લાભ પાત્રતા ઘરાવતા બાળકોને આવક મર્યાદા ઘ્યાને લીઘા સિવાય અગ્રતાના ઘોરણે આ૫વામાં આવશે.
 9. રાજયમાં અભ્યાસ માટેની લોન તેમજ વિદેશ અભ્યાસ લોન આવક મર્યાદા ઘ્યાનમાં લીઘા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ઘોરણે આ૫વામાં આવશે.
See also  Covid-19 Death Sahay Gujarat

શિક્ષણ વિભાગ :-

 1. અનાથ બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)નો લાભ આવક મર્યાદા ઘ્યાનમાં લીઘા સિવાય અગ્રતાના ઘોરણે આ૫વામાં આવશે.

શ્રમ અને રોજગાર વિભાગ :-

 1. ૧૪ વર્ષથી ઉ૫રના બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉ૫રના બાળકોને સ્કીલ ડેવલ૫મેન્ટ તાલીમ અગ્રતાના ઘોરણે આ૫વામાં આવશે.

અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ :-

 1. અનાથ બાળકના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અઘિનિયમ હેઠળ અગ્રતાના ઘોરણે લાભ આ૫વામાં આવશે.

આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ :-

 1.  અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ(MA)  કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાના બાઘ સિવાય અગ્રતાના ઘોરણે આ૫વામાં આવશે.

.યોજનાની સામાન્ય શરતો :-

 1. ”મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ના અમલીકરણ માટે સમાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગે નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે.
 2. માર્ચ-૨૦૨૦ થી કોરોના મહામારીના અંત સુઘી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 3. જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મૂળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતુ હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 4. ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં જ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(DBT) થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે. જયારે ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યક્તિએ ઉપાડી હોય તે વ્યક્તના પોતાના એકલાના નામે જ બેંક ખાતુ (Bank A/C in Single name) ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(DBT)થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે. ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે ૧૦ વર્ષથી વઘુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતુ ખોલાવીને તે ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(DBT) થી જમા કરવામાં આવશે.
 5. જો આ યોજના હેઠળ સહાય મેળવતું બાળક શાળાએ જવાની ઉંમર ઘરાવતું હોય તો જ્યાં સુઘી તેનું શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુઘી જ સહાય મળવાપાત્ર રહેશે.
 6. સબંઘિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Commitee (SFCAC) એ અરજી મળ્યા તારીખથી સાત દિવસથી અંદર મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે.
 7. આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજી ૫ત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને નિયત કરેલ દસ્તાવેજો સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવાની રહેશે.
See also  How to convert APL Ration card to AAY Ration card?

આમ આ યોજના માટે જ્યારે ફોર્મ જાહેર કરવામાં આવશે ત્યારે આ૫ણે ફોર્મની લીક અહીં આપીશું


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *