ભારત સરકારનાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી(NDMA) દ્વારા નામ.સુપ્રિમ કોર્ટની રીટ પીટીશન (સીવીલ) નં.554/2021 અને 539/2021 નાં કેસસમાં આપવામાં આવેલ તા.30/06/2021 નાં ચુકાદા મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 અંતર્ગત કોરોના(Covid-19) નાં કારણે અવસાન પામનાર વ્યક્તિના વારસદારને સહાય આપવાની માર્ગદર્શિકા બહાર પડેલ છે. જે માર્ગદર્શિકાને ધ્યાને લઈ ભારત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા પત્ર નં.33-04/2020-NDM-I, તા.25/09/2021 થી કોરોના(Covid-19) થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાય આપવાની બાબતનો SDRF માં સમાવેશ કરવામાં આવેલ છે અને તેના માટે ગુજરાત સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા તા.20/11/2021 નાં ઠરાવ ક્રમાંક:સીએલએસ/102012/253/સ.3 થી સહાયનું ધોરણ નક્કી કરવામાં આવેલ છે.
પરિપત્ર ડાઉનલોડ કરવા ક્લિક કરો.
આ પરિપત્રની સાથે કોરોનાથી અવસાન પામેલનાં વારસદારને સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ પણ જાહેર કરવામાં આવેલ છે. જેની લિંક નીચે આપેલ છે.
અરજીપત્રક ડાઉનલોડ કરવા ક્લિક કરો
.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હવેથી Covid-19 માં મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠાં કોરોના મૃત્યુ સહાય મેળવવા માટે ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગ મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશનમાં ઓનલાઇન અરજી કરવાની સુવિધા પણ આપેલી છે. જેની લિંક અહી આપેલ છે . જ્યાંથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો. https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx અને ઓનલાઇન અરજી ક્યાં અને કેવી રીતે કરી સકે તે જાણવા માંગતા હોય તો તમે નીચેનો વિડીયો જોવી સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવી તેંની માહિતી મેળવી શકો છો. તેના માટે નીચે મુજબનાં ડોક્યુમેન્ટની જરૂર પડશે.
ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ
અવસાન પામનારનો મરણનો દાખલો
અવસાન પામનારનો રાહેઠાંણનો પુરાવો
અવસાન પામનારનાં આધારકાર્ડની નકલ
કોરોનાથી મૃત્યુ થયું હોવા અંગે (1) RT-PCR Test રિપોર્ટ, (2) RAT Test રિપોર્ટ(રેપીડ એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ) (3) મોલેક્યુલર ટેસ્ટ રિપોર્ટ, (4)અન્ય કોવિડ-19ની તબીબી સારવાર/નિદાનનો આધાર, (5)ફોર્મ-4, (6)ફોર્મ-4(A)
અરજદારનાં આધારકાર્ડની નકલ
બઁક પાસબુકની નકલ
અન્ય વરસદારોની સંમતિ અંગેનું કોમ્યુટર જનરેટેડ સોગંદનામું