ગુજરાતનાં ધાર્મિક સ્થળો | Religious Places of Gujarat

Spread the love

ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ ધર્મનાં તીર્થસ્થળોની યાદી આ પોસ્ટમાં આપવામાં આવેલ છે. જે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે, GPSC, GSSSB, GPSSB, પોલીસ ભરતી બોર્ડ વગેરે દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટે ઉપયોગી થશે. અહીં આપવામાં આવેલ માહિતીમાં જો કોઈ બાબત ખૂટતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી આ આર્ટિકલને સુધારી શકાય.

ગુજરાતનાં હિન્દુ ધર્મનાં તીર્થસ્થળો :-

 • સોમનાથ, પ્રભાસપાટણ (જિ.ગીર-સોમનાથ), બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ.
 • ગુપ્ત પ્રયાગ (જિ.ગીર-સોમનાથ), ગુપ્ત પ્રયાગરાજનું પ્રાચીન મંદિર.
 • ગિરનાર (જિ.જુનાગઢ), ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, ગોરખનાથ,અંબાજી મંદિર, દત્તાત્રેય, ઓઘડ અને કાલકા શિખર, મહાશિવરાત્રિના ભવનાથનાં મેળાનું અનેરું મહત્વ છે.
 • પરબ (જિ.જુનાગઢ), રક્તપિત્તના રોગીની સેવા કરનાર સતદેવીદાસ અને અમર દેવીદાસની સમાધિ.
 • સત્તાધાર (જિ. જુનાગઢ), પશ્ચિમના પીર આપાગીગા અને પાડાપીરની સમાધિ.
 • દ્વારકા (જિ. દેવભૂમિ-દ્વારકા), ભગવાન શ્રીકૃષ્ણની નગરી, દ્વારકાધીશનું ભવ્ય મંદિર.
 • અંબાજી (જિ.બનાસકાંઠા), શક્તિ સંપ્રદાયનું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, 51 શક્તિપીઠમાંનું એક.
 • બાલારામ (જિ.બનાસકાંઠા), કોટેશ્વર મહાદેવનું મંદિર.
 • નારાયણ સરોવર (જિ.કચ્છ), ભારતનાં પાંચ પવિત્ર સરોવરમાંનું એક.
 • કોટેશ્વર (જિ.કચ્છ), કચ્છ દરિયાકિનારે આવેલું શિવમંદિર.
 • કાયાવરોહણ (જિ.વડોદરા), પશુપત સંપ્રદાયના ભગવાન લકુલીશનું મંદિર.
 • નારેશ્વર (જિ.વડોદરા), મહારાજ શ્રીરંગઅવધૂતનો આશ્રમ.
 • બહુચરાજી (જિ.મહેસાણા), બહુચરાજી માતાનું ભવ્ય મંદિર, વ્યંઢળોની ગાદી.
 • ઊંઝા (જિ.મહેસાણા), કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાનું મંદિર.
 • રાજપરા (જિ.ભાવનગર), ખોડિયાર માતાનું ભવ્ય મંદિર, તાતણિયો ધરો.
 • ગોપનાથ (જિ.ભાવનગર), ગોપનાથનું શિવમંદિર, આ જગ્યાએ નરસિંહ મહેતાએ શિવની ઉપાસના કરી હતી.
 • ડાકોર (જિ.ખેડા), રણછોડરાયજીનું મંદિર.
 • ગલતેશ્વર (જિ.ખેડા), સોલંકી યુગનું 1000 વર્ષ પ્રાચીન શિવમંદિર.
 • ચાંદોદ (જિ.ખેડા), પિતૃકાર્ય તથા શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ.
 • વીરપુર (જિ.રાજકોટ), ભક્ત જલારામ બાપાનું મંદિર.
 • પાવાગઢ (જિ.પંચમહાલ), એકાવન શક્તિપીઠોમાંનું એક, મહાકાળી માતાનું પ્રાચીન મંદિર, માંચી નામના સ્થળે દૂધિયું,છાસિયું, તેલીયું તળાવ આવેલ છે.
 • કામરેજ (જિ.સુરત), નારદ-બ્રહ્માજીનું મંદિર, દાદા ભગવાનનું મંદિર.
 • સળંગપુર (જિ.બોટાદ), હનુમાનજીનું પ્રાચીન મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનું જાણીતું તીર્થ.
 • ગઢડા (જિ.બોટાદ), સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થસ્થાન, આ તીર્થસ્થાન ઘેલો નદીના કિનારે આવેલ છે.
 • શામળાજી (જિ.અરવલ્લી), શ્રી ભગવાન વિષ્ણુની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ.
 • બિંદુ સરોવર (જિ.પાટણ), માતૃશ્રાદ્ધની વિધિ માટે પ્રખ્યાત છે. (પવિત્ર સરોવર)
 • ભૃગુ આશ્રમ (જિ.ભરૂચ), ભૃગુ ઋષિનો પ્રાચીન આશ્રમ.
 • વડતાલ (જિ.આણંદ), શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મનોહર મંદિર.
 • બોચાસણ (જિ.આણંદ), અક્ષરપુરૂષોતમ સંસ્થાનું મુખ્ય મથક, BAPS દ્વારા સ્થપાયેલું પ્રથમ મંદિર.
 • અક્ષરધામ (જિ.આણંદ), BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું આધુનિક અને ભવ્ય મંદિર જ્યાં લાઈટ ફાઉન્ટેન આવેલા છે.
See also  DIKSHA APP FOR TEACHER AND STUDENT

ગુજરાતનાં જૈન તીર્થસ્થળો :-

 • પાલિતાણા (જિ.ભાવનગર), જૈનોનું પવિત્ર તીર્થધામ, 863 દેરાસરો આવેલા છે. મંદિરોના શહેર તથા અહિંસાની નગરી તરીકે ઓળખાય છે.
 • આયોધ્યાપૂરમ્ (જિ.ભાવનગર), આયોધ્યાપૂરમ્ જૈન ધર્મનું મહત્વનું સ્થળ છે.
 • મહુડી (જિ.ગાંધીનગર), ઘંટકર્ણ મહાવીરની મૂર્તિ, સુખડીના પ્રાસાદ માટે જાણીતું છે.
 • શેરીશા (જિ.ગાંધીનગર), શ્રી પાર્શ્વનાથ તથા પદ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા.
 • પાનસર (જિ.ગાંધીનગર), ભગવાન શ્રી ધર્મનાથની મૂર્તિ.
 • તારંગા (જિ.મહેસાણા), એક જ શીલામાંથી કોતરાયેલ ભગવાન અજિતનાથની પ્રતિમા.
 • મહેસાણા (જિ.મહેસાણા), શ્રી સમાંધાર સ્વામીની મૂર્તિ.
 • ભોયણી (જિ.મહેસાણા), ભગવાન મલ્લિનાથની સુંદર પ્રતિમા.
 • ભદ્રેશ્વર (જિ.કચ્છ), ભગવાન મહાવીરનાં મંદિર ઉપરાંત 52 દેરાસરો.
 • શંખેશ્વર (જિ.પાટણ), પાલિતાણા પછીનું જૈનોનું મહત્વનું તીર્થધામ.

મુસ્લિમ ધર્મનાં અસ્થાનાં કેન્દ્રો :-

 • મીરાંદાતાર (ઉનાવા,જિ. મહેસાણા), મીરાંદાતાર પીરની દરગાહ.
 • શેલાવી (જિ. મહેસાણા), દાઉદી વ્હોરા કોમની દરગાહ.
 • દેલમાલ (જિ.પાટણ), હસનપીર દરગાહનું પવિત્ર સ્થળ.
 • દાતાર (જિ. જુનાગઢ), જમિયલશા પીરની દરગાહ.
 • રોજારોજી (મહેમદાવાદ, જિ. ખેડા), પ્રસિદ્ધ રોજો.
 • ઉર્ષ (ધોરાજી, રાજકોટ), ધોરાજીમાં લાલશાહ પીરના ઉર્ષનું આયોજન થાય છે.

પારસી ધર્મનાં તીર્થસ્થાનો :-

 • સંજાણ (જિ.વલસાડ), પરસીઓ સૌપ્રથમ આ બંદરે ઉતર્યા હતા.
 • ઉદવાડા (જિ.વલસાડ), અહી આતાશે બહેરામ (પવિત્ર અગ્નિ)પ્રજ્વલિત છે, પરસીઓના કાશી તરીકે જાણીતું છે, પરસીના અગિયારી તરીકે પણ ઓળખાય છે, કોલક નદીનાં કિનારે છે.

ખ્રિસ્તી ધર્મનાં તીર્થસ્થાનો :-

 • વડોદરા (જિ.વડોદરા), નિષ્કલંક માતાનું મંદિર.
 • ખાંભોળજ (જિ.આણંદ), નિરાધારોની માતાનું મંદિર.
 • બોરસદ (જિ.આણંદ), ફૂલમાતાનું મંદિર.
 • પેટલાદ (ખેડા), આરોગ્યમાતાનું મંદિર.

યહૂદી ધર્મનું તીર્થસ્થાન :-

 • ખમાસા (જિ. અમદાવાદ), સિનેગોગ, ગુજરાતનું એક માત્ર યહૂદી તીર્થધામ છે. (ગુજરાતનું એક માત્ર પ્રાર્થનાગૃહ).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *