
ગામનાં મુલ્કી હિસાબો : જમીન મહેસૂલના વહીવટ માટે જિલ્લો, તાલુકો અને ગામ અગત્યના એકમો છે અને તેથી આ ત્રણેય કક્ષાએ મહુસૂલી હિસાબો જાળવવા જરૂરી હોય છે. જમીનને લગતા હિસાબો જાળવવા બ્રિટિશ સનદી અધિકારી માન.એફ.જી.એચ.એન્ડરસને સૌપ્રથમ 1914 માં ગામનાં નમૂના તૈયાર કરેલ અને ત્યારબાદ 1929 માં ગામનાં હિસાબોનું મેન્યુઅલ તેમજ તાલુકા/જિલ્લાનાં નમુના સહિત તૈયાર કરેલ. તે મુજબ ગામનાં 18 નમૂના તેઓએ તૈયાર કરેલા છે જે આજે આપણે જમીન મહેસૂલના વહીવટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો આ 18 નમુનાઓ કયા-કયા છે તેને કયા નામે ઓળખવામાં આવે છે તેની માહિતી અહિ આપવામાં આવેલ છે.
મહેસૂલ વિભાગ, ગુજરાત રાજ્ય ની ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો.
ગામ નમૂનાઓની યાદી :
નમૂના નં.૧ થી ૧૮
ગામ નમૂના નં.૧
આકારબંધ, કાયમ ખરડો, ખેતરવાર પત્રક, ફેસલવાર પત્રક
ગામ નમૂના નં.૧ (અ)
ફોરેસ્ટ રજીસ્ટર
ગામ નમૂના નં.૨
બીજી કાયમી ઉપજનું પત્રક
ગામ નમૂના નં.૩
ઇનામી જમીનનું પત્રક
ગામ નમૂના નં.૪
પરચુરણ જમીન મહેસુલનું પત્રક
ગામ નમૂના નં.૫
ઠરાવબંધ, હિસાબબંધ
ગામ નમૂના નં.૬
હક્કપત્રક (Record of Right)
ગામ નમૂના નં.૭
જમીનની અનુક્રમણિકા
ગામ નમૂના નં.૮ (અ)
જમીનની ખાતાવહી, ખેડૂતનું ખાતું
ગામ નમૂના નં.૮ (બ)
જમા-ઉધારની ખાતાવહી
ગામ નમૂના નં.૮ (ક)
શિક્ષણ ઉપકાર, માંગણું/વસૂલાત
ગામ નમૂના નં.૯
રોજમેળ, પહોંચનું પત્રક
ગામ નમૂના નં.૧૦
ચલણ
ગામ નમૂના નં.૧૧
તાળા પત્રક, લાવણી પત્રક
ગામ નમૂના નં.૧૨
પહાણીપત્રક, કોપ રજીસ્ટર
ગામ નમૂના નં.૧૩
તુલવારી પત્રક
ગામ નમૂના નં.૧૪
જન્મ-મરણનું પત્રક
ગામ નમૂના નં.૧૪ (અ)
શીતળા કાઢ્યાનું પત્રક
ગામ નમૂના નં.૧૪ (બ)
રોગચાળા રિપોર્ટ : ઇનફ્લુએન્જ, યલોફીવર, બળીયા,કોલેરા, પ્લેગ, કમળી, મરકી વિગેરે.
ગામ નમૂના નં.૧૪ (ક)
રોગનો રોજિંદો રિપોર્ટ
ગામ નમૂના નં.૧૪ (ડ)
ઢોરના રોગના રિપોર્ટ
ગામ નમૂના નં.૧૫
ગામનાં ઢોર તથા આર્થિક સ્થિતિનું પત્રક
ગામ નમૂના નં.૧૬
પાણીના સાધનોનું પત્રક
ગામ નમૂના નં.૧૭
આવક-જાવક રજીસ્ટર
ગામ નમૂના નં.૧૮
ઠરાવો-પરિપત્રોની ફાઇલ
ગામ નમૂના નંબર 1 થી 18 ની pdf નીચેના ના માઈલ પર મોકલવા વિનંતી