Gyan Sadhana Scolership Scheme 2023 : ગુજરાત સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨ નાં અભ્યાસ માટે “જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના” જાહેર કરવામાં આવેલ છે. આજનાં આ આર્ટિકલમાં આપણે ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ “જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના” યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.અહિ આર્ટિકલમાં આપવામાં આવેલ માહિતી માત્ર જાણ માટે છે. યોજનાનો લાભ લેવા માટે ઓફિસિયલ પરિપત્રો અને જાહેરાત વાંચી જવા વિનંતી.
વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે, રાજ્ય સરકારે નવી શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે જે યોજનાનું નામ છે “જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના”. જેનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની હોય છે અને તેના મેરીટનાં આધારે દર વર્ષે નવા નવા 25000 વિદ્યાર્થીઓ પસંદ કરીને તેમણે ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
Table of Contents
યોજનાનું નામ :
આ યોજનાનું નામ “જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના” રહેશે.
લાભાર્થી નક્કી કરવા માટેની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા :
ગુજરાત સરકારની જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે લાભાર્થીઓની પસંદગી કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા દર શૈક્ષણિક વર્ષેમાં “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી”નું આયોજન કરવામાં આવશે. જેમાં ધોરણ-8 માં અભ્યાસ કરતાં અથવા ધોરણ-8 ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવાની રહેશે અને આ પરીક્ષાના મેરીટનાં આધારે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે દર વર્ષે નવા 25000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું, આનુસંગીક તમામ નીતિનિયમો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેની લિંક નીચે આપેલ છે.
પરીક્ષાનો કાર્યક્રમ :
ક્રમ | વિગત | તારીખ/સમયગાળો |
1 | જાહેરનામું બહાર પાડવાની તારીખ | 10/05/2023 |
2 | વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ | 11/05/2023 |
3 | વિદ્યાર્થીઓ માટે અરજી ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ | 11/05/2023 (બપોરે 03:00 કલાક)થી |
4 | વિદ્યાર્થીઓ માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26/05/2023 |
5 | પરીક્ષા ફી | (રાત્રીના 12:00 કલાક) સુધી |
6 | પરીક્ષાની તારીખ | 11/06/2023 |
પરીક્ષા ફી :
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માટે કોઈપણ ફી રહેશે નહીં.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ઠરાવ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી નું જાહેરનામું ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
અરજી કરવા અહિ ક્લિક કરો
Gyan Sadhana Scolership પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા :
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષામાં બેસવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.
- સકારી અથવા અનુદાનિત(ગ્રાન્ટેડ) પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 થી 8 સુધીનો સળંગ અભ્યાસ કરી ધોરણ-8 માં અભ્યાસ કરતાં હોય કે ઉતીર્ણ થયેલ હોય.
- RTE એક્ટ-2009 ની કલમ-12(1)(સી) ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતાં હોય કે ઉતીર્ણ થયેલ હોય.
- ઉપર (1) અને (2) નાં કિસ્સામાં જેના વાળીની આવક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે RTE એક્ટ-2009 ની કલમ-12(1)(સી) ની હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા (હાલ શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000 (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000 (એક લાખ વીસ હજાર)) કરતાં વધુ નાં ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
કસોટીનું માળખું :
જ્ઞાન સાધના પ્રખરતા કસોટીનું માળખું નીચે મુજબનું રહેશે.
- પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) રહેશે.
- પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 150 મિનિટનો રહેશે.
- પ્રવેશ પરીક્ષાનું મધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
- પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબનાં વિષય તથા ગુણભાર રહેશે.
કસોટીનો પ્રકાર | પ્રશ્નો | ગુણ | સમય |
MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 | કુલ 150 મિનિટ |
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી | 80 | 80 |
પરીક્ષાનો અભ્યાસક્રમ :
- MAT બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અને આશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય(Analogy), વર્ગીકરણ(Classification), સંખ્યાત્મક શ્રેણી(Numerical Series), પેટર્ન(Pattern Perception), છુપાયેલી આકૃતિઓ(Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ-8 ગણિત-20 ગુણ, વિજ્ઞાન-20 ગુણ, સંજીક વિજ્ઞાન-15 ગુણ, અંગ્રેજી-10 ગુણ, ગુજરાતી-10 ગુણ અને હિન્દી-5 ગુણ નો સમાવેશ થાય છે.
- અભ્યાસક્રમ ધોરણ-8 નો ઉપરોક્ત વિષયનો રહેશે.
Gyan Sadhana Scolership Yojana માં મળવાપાત્ર લાભ :
જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માં મેરીટનાં આધારે પસંદ થયેલ વિદ્યાર્થીઓને નીચે મુજનો લાભ મળવાપાત્ર થશે.
- ધોરણ-9 થી 10 સુધીનાં અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ.20,000 ની સ્કોલરશીપ
- ધોરણ-11 થી 12 સુધીનાં અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ.25,000 ની સ્કોલરશીપ
આ સ્કૉલરશીપની રકમ વિદ્યાર્થીઓના વાલીઓના બેંક ખાતામાં DBT નાં માધ્યમથી નીચે ફોટોમાં જોવા મળતી પ્રક્રિયા અનુસાર ચુકવવામાં આવશે.
અરજી ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌપ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જવું.
- સમગ્ર અરજી ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- ત્યારબાદ Apply Online પર Click કરવું.
- તેનાં પર Click કરતાં તમને રાજ્ય પરીક્ષા બોર્ડની જાહેરાતો જોવા મળશે. જેમાં તમારે Gyan Shadhna Scholarship Examination ની સામે રહેલ Apply બટન પર Click કરવાનું રહેશે.
- જેના પર Click કરવાથી Application Format દેખાશે. તેમાં સૌપ્રથમ Adhar UDI એટલે કે આધાર ડાયસ નંબર નાખવાનો રહેશે. જેથી વિગતો Auto Fill જોવા મળશે. તેને તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે. (અહીં લાલ (*) ફુંદડીનું નિશાન જ્યાં હોય તે વિગતો ફરજીયાત ભરવાની રહેશે.
- અરજી Confirem કરતાં પહેલાં નામ, અટક, જન્મ તારીખ, જાતિ(કેટેગરી) તથા અન્ય બાબતો કાળજીપૂર્વક ચકાસી લેવી. પાછળથી કઈ બાબતનો સુધારો બોર્ડ દ્વારા કરી આપવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી.
- ત્યારબાદ Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થિની અરજી બોર્ડમાં Online સ્વીકાર થઈ જશે.અહીં Confirmation Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ વિદ્યાર્થી સાચવીને રાખવાનો રહેશે.
- વિદ્યાર્થી ગુજરતી કે અંગ્રેજી પૈકી જે મધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.
જરૂરી ડોક્યુમેન્ટ :
- આધાર ડાયસ નંબર (શાળાના આચાર્યશ્રી પાસેથી મળી જશે.)
- આધાર કાર્ડ
- બેંક એકાઉન્ટ પાસબુક.
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- તમારી શિષ્યવૃત્તિના પ્રકાર મુજબ આવકનું પ્રમાણપત્ર.
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- પાછલા વર્ષનું શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર.
- સ્વ-ઘોષણા પ્રમાણપત્ર.