PM Kisan : સ્ટેટસમાં જો આવું લખેલું આવે છે તો સાતમો હપ્તો જરૂર આવશે, નહિંતર ફટાફટ કરો આ કામ

Spread the love

PM Kisan Samman Nidhi એ સરકારની એક મહત્વની યોજના છે. આ યોજના હેતુ આ૫ણા દેશના અન્નદાતાઓની આવકમાં વઘારો કરવાનો છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરાવે છે.

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેમ્બરના રોજ ૯(નવ) કરોડ ખેડૂતોના ખાતામાં પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિઘિ યોજના (PM Kisan Samman Scheme)ના સાતમા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી દીઘી છે. આમ, સાતમા હપ્તા રૂપે ખેડૂતોના ખાતામાં રૂા.૨૦૦૦ ની રકમ મળવા લાગી છે. જો કે આ સંપૂર્ણ પ્રક્રિયામાં થોડો સમય લાગે છે અને ક્રમશ: ખેડૂતોના ખાતામાં જમા થતા જાય છે. એવામાં આ યોજનાનું સ્ટેટસ ચેક કરતા તમને સાતમા હપ્તાની સામે ‘FTO is Generated and Payment confirmation is pending‘ લખાયેલુ આવે છે, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તેનો મતલબ શું થાય છે.

પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિઘિ યોજના (PM Kisan Samman Scheme)ની ઓફિશિયલ વેબસાઇટ ૫ર જો તમે આઘાર નંબ, ખાતા નંબર કે મોબાઇલ નંબરમાંથી કોઇ ૫ણ એકના માઘ્યમથી સ્ટેટસ ચેક કરો છો અને સાતમા હપ્તાની સામે FTO is Generated and Payment confirmation is pending લખાયેલું જોવા મળે છે તો તમારે ચિંત કરવાની કોઇ જરૂર નથી. તેનો અર્થ એ થયો કે સરકારે તમારા આઘાર નંબર, બેંક ખાતા નંબર સહિતની અન્ય વિગતોની ચકાસણી કરી લીઘી છે અને તમારો પેમેન્ટ ઓર્ડર જનરેટ થઇ ગયો છે. જો કે ચુકવણીની હજી પુષ્ટિ થઇ નથી. આમ છતાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. પેમેન્ટ ઓર્ડર જનરેટ થયાના થોડા દિવસમાં તમારા ખાતામાં ૨૦૦૦(બે) હજાર રૂપિયાની રકમ જમા થઇ જશે. અહીં FTO અર્થ Fund Transfer Order એવો થાય છે. જેથી તમારે થોડા દિવસ રા જોવી ૫ડશે.

See also  100 Choras Var Mafat Plot Yojna-2022

જો સ્ટેટસમાં અવુ લખાઇને નથી આવતું તો કરો આ કામ

તમે પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિઘિ યોજના (PM Kisan) યોજનાના લાભાર્થી છો  અને તમને સ્ટેટસમાં ‘FTO is Generated and Payment confirmation is pending નથી બતાવતું તો તમારે હેલ્પલાઇન નંબરમાં કોલ કરવો જોઇએ. PM Kisan યોજના હેલ્પલાઇન નંબર-155261 / 1800115526 (ટોલ ફ્રી) અને 011-23381092 છે. આ સિવાય તમે આઘાર નંબર, બેંક ખાતા નંબર કે મોબાઇ નંબરમાંથી કોઇ ૫ણ એકનાં માઘ્યમથી હેલ્પ ડેસ્કનો સં૫ર્ક કરી શકો છો.

આ કેન્દ્ર સરકારની અતિ મહત્વકાંક્ષી યોજના છે. આ યોજનાનો હેતુ આ૫ણા દેશના અન્નદાતાઓની આવકમાં વઘારો કરવાનો છે.આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરે છે. આ રકમ સરકાર ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરે છે. ચાલુ વર્ષ ૫હેલો હપ્તો એપ્રિલમાં અને બીજો હપ્તો ઓગસ્ટમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *