જી હા ખેડૂત મિત્રો ગુજરાત સરકકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના i-Khedut પોર્ટલ ૫ર બાગાયત ખાતાની કુલ 119 જેટલી યોજનાઓ પૈકી હાલમાં 29 જેટલી વિવિઘ યોજનાઓમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. જે પૈકીની જ એક યોજના છે સરગવાની ખેતીમાં સહાય. તો આ૫ણે આ સરગવાની ખેતીમાં કોને-કોને કેટલી સહાય આ૫વામાં આવી રહી છે તેની વિગતવાર માહિતી જોતા જઇએ.
HRT-4 (અનુસૂચિત જાતિ માટે)
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય :-
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય :-
- યુનિટ કોસ્ટ રૂ.8,000/- પ્રતિ હેકટર
- સહાય:- ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ.6,000/- ની મર્યાદામાં સહાય
ખેતીમાં વાવેતર માટે સહાય :–
- યુનિટ કોસ્ટ રૂ.17,000/- પ્રતિ હેકટર
- સહાય:- ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ.12,750/- ની મર્યાદામાં સહાય
મળવાપાત્ર કુલ સહાય :- રૂ. 18,750/-
ખાતા દીઠ 1 હેકટરની મર્યાદામાં, આજીવન એક વાર સહાય મળવાપાત્ર છે.
HRT-2 (સામાન્ય ખેડૂતો માટે)
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય :-
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય :-
- યુનિટ કોસ્ટ રૂ.8,000/- પ્રતિ હેકટર
- સહાય:- ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ.4,000/- ની મર્યાદામાં સહાય
ખેતીમાં વાવેતર માટે સહાય :-
- યુનિટ કોસ્ટ રૂ.17,000/- પ્રતિ હેકટર
- સહાય:- ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ.8,500/- ની મર્યાદામાં સહાય
મળવાપાત્ર કુલ સહાય :- રૂ. 12,500/-
ખાતા દીઠ 1 હેકટરની મર્યાદામાં, આજીવન એક વાર સહાય મળવાપાત્ર છે.
HRT-3 (અનુસૂચિત જનજાતિ માટે)
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય :-
પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય :-
- યુનિટ કોસ્ટ રૂ.8,000/- પ્રતિ હેકટર
- સહાય:- ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ.6,000/- ની મર્યાદામાં સહાય
ખેતીમાં વાવેતર માટે સહાય :-
- યુનિટ કોસ્ટ રૂ.17,000/- પ્રતિ હેકટર
- સહાય:- ખર્ચના 75% મુજબ મહત્તમ રૂ.12,750/- ની મર્યાદામાં સહાય
મળવાપાત્ર કુલ સહાય :- રૂ. 18,750/-
ખાતા દીઠ 1 હેકટરની મર્યાદામાં, આજીવન એક વાર સહાય મળવાપાત્ર છે.
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ તમારે કોઇ ૫ણ બ્રાઉઝરમાં i-Khedut પોર્ટલની વેબસાઇટ www.ikhedut.gujarat.gov.inખોલી લેવાની રહેશે.
- જેમાં તમને મેનુ બારમાં યોજનાઓ નું એક મેનુ જોવા મળશે અથવા જમણી બાજુએ વિવિઘ યોજનાઓમાં અરજી કરો નો એક ઓપ્શન જોવા મળશે. તે બંનેમાંથી કોઇ ૫ણ એક વિકલ્પ ઉ૫ર ક્લિક કરવાનું રહેશે.
- જેના ઉ૫ર ક્લિક કરતા તમને વિભાગ વાઇઝ ઘટકો જોવા મળશે. તેમાં બાગાયતી યોજનાઓ ની સામે રહેલ વિગતો માટે અહીં ક્લિક કરો નો ઓપ્શન ૫ર ક્લિક કરવાનું રહેશે.
- તેના ઉ૫ર ક્લિક કરતા ક્રમ નં.28 ૫ર તમને સરગવાની ખેતીમાં સહાય ની યોજના જોવા મળશે. તેની સામે રહેલ અરજી કરો ૫ર ક્લિક કરતા અરજી ફોર્મ ખુલી જાય છે. જયાંથી તમે અરજી કરી શકો છો
કયા–કયા ડોકયુમેન્ટ જોઇશે?
- ગામ નમુના નં.7/12, 8-અ ની નકલ
- આઘારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ/જનજાતિનુ પ્રમાણ૫ત્ર (જો લાગુ ૫ડતું હોય તો)
- બેંક પાસબુકની નકલ