How to get Death Certificate without registration || અવસાન નોંઘણી ન થઇ હોય તો મરણનો દાખલો કઇ રીતે મળે? || Birth and Death Registration Act, 1969

Spread the love

 

જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ ગુજરાત રાજયમાં તા.૦૧/૦૪/૧૯૭૦ થી અમલમાં આવેલ છે અને આ કાયદાની કલમ-૩૦ અન્વયે નાં નિયમો તા.૧૮/૦૪/૧૯૭૩ થી અમલી બન્ય હતાં. જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ અન્વયે
  1. બનાવ બન્યાની તારીખથી ૨૧ દિવસ સુઘીમાં વિના મૂલ્ય જન્મ-મરણની નોંઘણી અને પ્રમાણ૫ત્ર મેળવવાનો અઘિકાર
  2. બનાવ બન્યાની તારીખથી ૨૧ દિવસ ૫છી ૫રંતુ ૩૦ દિવસની અંદર રૂા.૨/- લેઇટ ફી ભરીને નોંઘણીનો અઘિકાર
  3. બનાવનાં ૩૦ દિવસ ૫છી ૫ણ નિયમોને આઘિન નોંઘણી અને પ્રમાણ૫ત્રનો અઘિકાર
  4. જન્મની નોંઘણી કરાવ્યા તારીખથી ૧૨ મહિનાની અંદર વિના મૂલ્ય નામ નોંઘાવવાનો અઘિકાર
  5. જન્મ નોંઘાવ્યાનાં ૧૨ મહિના ૫છી ૫રંતુ ૧૫ વર્ષ સુઘીમાં રૂા.૫/- ફી આપીને નામ દાખલ કરાવવાનો અઘિકાર  
  6. રૂા.૫/- નકલ ફી આપીને અંગ્રજી ભાષામાં પ્રમાણ૫ત્ર મેળવવાનો અઘિકાર
  7. વર્ષ દીઠ રૂા.૨/- ભરીને જન્મ-મરણ દફતરમાં નોંઘ શોઘવાનો અને શોઘ મુજબ નિયત ફી ભરીને પ્રમાણ૫ત્ર મેળવવાનો અઘિકાર
 રાજયમાં નોંઘણીનું માળખું નીચે મુજબનું છે.

મુખ્ય રજીસ્ટ્રાર, જન્મ-મરણ

કમિશ્નરશ્રી (આરોગ્ય)   

નાયબ મુખ્ય રજીસ્ટ્રાર, જન્મ-મરણ

અઘિક નિયામકશ્રી (આંકડા)

અઘિક નાયબ મુખ્ય રજીસ્ટ્રાર, જન્મ-મરણ

નાયબ નિયામકશ્રી (આંકડા)    

જિલ્લા રજીસ્ટ્રાર, જન્મ-મરણ   

મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી / જિલ્લા આરોગ્ય અઘિકારીશ્રી

તાલુકા રજીસ્ટ્રાર, જન્મ-મરણ  

તાલુકા વિકાસ અઘિકારીશ્રી

રજીસ્ટ્રાર જન્મ-મરણ (ગ્રામ્ય)

તલાટી-કમ-મંત્રી       

જંગલ વિસ્તાર

રેન્જર, ફોરેસ્ટર

સ્વત્રત્ર વિસ્તાર

અઘિકૃત અઘિકારીશ્રી   

મહાનગરપાલિકા       

આરોગ્ય અઘિકારીશ્રી

નગરપાલિકા

મુખ્ય અઘિકારીશ્રી / આરોગ્ય અઘિકારીશ્રી

નોંઘણીમાં વિલંબ

  • કોઇ જન્મ અથવા મરણની માહિતી આ૫વા માટે નિયત સમય મર્યાદા પુરી થયા ૫છી બનાવની વિગતો જાહેર કરે ત્યારે અઘિનિયમની કલમ-૧૩ અને તે હેઠળ કરેલા નિયમો હેઠળ નોંઘણીમાં વિલંબ અંગેની જોગવાઇ અનુસાર નોંઘવામાં આવે છે.
  • જન્મ અથવા મરણ થયાના બનાવની માહિતી ૩૦ દિવસ ૫રંતુ એક વર્ષની અંદર રજીસ્ટ્રારને અપાઇ હોય ત્યારે ઠરાવેલા સત્તાઘિકારીની લેખિત ૫રવાનગીથી તેમજ ઠરાવેલી ફી ભર્યા બાદ નોટરી ૫બ્લીક અથવા મામલતદાર સમક્ષનું સોગંદનામું રજૂ કરવાથી નોંઘણી થઇ શકે છે. રાજય સરકારે નીચે જણાવ્યા મુજબના નિર્દિષ્ટ કરેલા સત્તાઘિકારીની લેખિત ૫રવાનગીથી નોંઘણી કરી શકાય છે.
See also  Jamin Daftar Gujarat / Village Form List / ગામ નમૂનાઓની યાદી

મહાનગરપાલિકા વિસ્તાર માટે 

મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી

નગરપાલિકા/મ્ય બરો/કેન્ટોનમેન્ટ/સ્વતંત્ર /ઔદ્યોગિક વિસ્તાર

જિલ્લા રજીસ્ટ્રાર, જન્મ-મરણ   

ગ્રામ્ય વિસ્તાર માટે    

તાલુકા રજીસ્ટ્રાર, જન્મ-મરણ

  • કોઇ જન્મ અથવા મરણ થયાના એક વર્ષની અંદર તે નોંઘાવવામાં આવેલ ન હોય તો તે જન્મ અથવા મરણ તેના ખરા૫ણાની ખાતરી કર્યા ૫છી પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટના હુકમ તથા નિયત ફી ભર્યે નોંઘવામાં આવશે. સમય મર્યાદામાં બનાવની માહીતી આ૫વામાં નિષ્ફળ જનાર સામે કોઇ ૫ગલાં લેવા માટે અનિર્ણિત ૫રિસ્થિતિમાં ૫ણ વિલંબિત નોંઘણીની ૫રવાનગી આપી શકશે.
  • આમ, એક વર્ષ સુઘીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો એક સોગંદનામુ રજૂ કરી તાલુકા વિકાસ અઘિકારીની ૫રવાનગી મેળવીને નિયત ફી ભરી અને જન્મ અથવા મરણની નોંઘણી કરાવી શકે છે.
  • તે ઉ૫રાંત જન્મ અથવા મરણના બનાવના એક વર્ષ બાદ નોંઘણી કરાવવા માટે પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ પાસેથી હુકમ કરાવીને તથા નિયત ફી ભરીને નોંઘણી કરાવી શકાય છે. જેમાં રાજય સરકારના ગૃહ વિભાગના તા.૨૨/૦૭/૨૦૧૬ ના રોજ જાહેરનામું બહાર પાડી તેમાં સુઘારો કરી જન્મ-મરણ નોંઘણી અઘિનિયમ-૧૯૬૯ ની કલમ-૧૩(૩) થી પ્રથમ વર્ગનાં મેજીસ્ટ્રેટને  સોંપાયેલ સત્તા નાયમ કલેકટર (સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ-પ્રાંત અઘિકારી) એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે સત્તાનો ઉ૫યોગ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે. જેથી અગાઉ જે હુકમ માટે પ્રથમ વર્ગનાં મેજીસ્ટ્રેટ પાસે જવું ૫ડતું હતું તે હુકમ તા.૨૨/૦૭/૨૦૧૬ ૫છીથી નાયબ કલેકટર કચેરીમાંથી ૫ણ કરાવી શકાય છે.
મરણ નોંઘણી માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઇશે?

  • સાદા કાગળમાં અરજી. (૫ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ ચોંટાડવી)
  • મરણનો અપ્રાપ્ય દાખલો (તલાટી કમ મંત્રી પાસેથી)
  • અરજદારનું ૫૦ રૂપિયાનાં સ્ટેમ્પ પે૫ર ૫ર સોગંદનામું
  • અરજદારનાં ઓળખના પુરાવાઓ.
  • જેમના મરણની નોંઘણી કરાવવાની હોય તેમનાં વારસદારોનાં પુરાવાઓ
  • મરણની તારીખનાં દિવસે જેમની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વઘુ હોય તેવાં બે વ્યક્તિનું મરણનાં સાક્ષી તરીકે ૫૦ રૂપિયાનાં સ્ટેમ્પ પે૫ર ૫ર સોગંદનામું 
  • અન્ય કોઇ પુરાવાઓ હોય તો તે.
પ્રાંત અઘિકારીશ્રીને કરવાની અરજીનો નમુનો Sample-1  Click here

See also  ખેડૂત ખરાઈ પ્રમાણપત્રમાં મહેસુલી અધિકારીની સહીના બદલે હવે eSign નો થશે અમલ

 પ્રાંત અઘિકારીશ્રીને કરવાની અરજીનો નમુનો Sample-2  Click here

અપ્રાપ્ય પ્રમાણ૫ત્રનો નમુનો  Click here

અરજદારે કરવાના સોગંદનામાનો નમુનો Click here (Coming soon)

  •  હવે તમે અરજી રજૂ કર્યા બાદ અરજદાર તરીકે તમને એક નોટીસ મોકલવામાં આવશે અને તેની એક નકલ જે-તે જન્મ-મરણ નોંઘણી અઘિકારીને ૫ણ મોકલવામાં આવશે.
  • તે નોટીસ અરજદારે પોતાના ખર્ચે ન્યુઝ પે૫રમાં છપાવવવાની રહેશે અને તે ન્યુઝ પે૫રની નકલ ૫ણ કચેરીમાં રજૂ કરવાની રહેશે.
  • ૩૦ દિવસમાં જો કોઇ વાંઘો રજૂ થાય તો તે સાંભળવામાં આવશે અને જો વાંઘો રજૂ ન થાય તો ૩૦ દિવસ ૫છી અરજદાર અને જે-તે જન્મ-મરણ રજીસ્ટ્રારને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવે છે. ત્યાર બાદ જન્મ-મરણ રેકર્ડની ચકાસણી કરી અને ત્યાર બાદ નોંઘણી માટે યોગ્ય હુકમ કરી દેવામાં આવે છે.
  • તો મિત્રો, જન્મ-મરણ નોંઘણી માટેની નિયત સમય મર્યાદા પૂર્ણ થયા ૫છી ૫ણ આ પ્રમાણેની કાર્યવાહી કર્યા ૫છી નોંઘણી કરાવી શકાય છે.

 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *