મફત અનાજ વિતરણ વધુ છ મહિના લંબાવાયું

Spread the love

Pradhan Mantri Garib Kalyan Anna Yojana (PM-GKAY) Extended more 6 months

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) એ સ્થળાંતર કરનારાઓ અને ગરીબોને મફત અનાજ સપ્લાય કરવા માટે આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે એક યોજના છે.

આ યોજનાનો પ્રથમ તબક્કો એપ્રિલથી જૂન, 2020અને બીજો તબક્કો જુલાઈથી નવેમ્બર, 2020 દરમિયાન કાર્યરત હતો. આ યોજનાનો ત્રીજો તબક્કો મે થી જૂન, 2021 સુધી કાર્યરત હતો, ત્યાર બાદ યોજનાનો ચોથો તબક્કો જુલાઈ થી નવેમ્બર, 2021 સુધી કાર્યરત હતો અને છેલ્લે હાલમાં યોજનાનો પાંચમો તબક્કો ડિસેમ્બર-2021 થી માર્ચ-2022 મહિના માટે કાર્યરત છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વધુ છ મહિના માટે લંબાવી સપ્ટેમ્બર 2022 સુધી લાગુદરમિયાન કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી છ મહિના માટે લંબાવવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેબિનેટે નિર્ણય કર્યો છે કે 30 સપ્ટેમ્બર, 2022 સુધી આ યોજના લાગુ રહેશે. જે 31 માર્ચ, 2022 નાં આ યોજના પૂર્ણ થનાર હતી.

ગરીબ કલ્યાણ અન્ન યોજના સમાચાર વાંચવા ક્લિક કરો.

શું છે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના?

કોરોના મહામારીને પગલે દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં ગરીબોને સરળતાથી અનાજ મળી રહે તે માટે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના(PM-GKAY)ને માર્ચ,2020માં શરૂ કરવામાં આવી હતી. PM ગરીબ કલ્યાણ યોજના (PM-GKAY)હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા સાથે એક કિલો ચણા પ્રત્યેક મહિને આપવામાં આવે છે. આ અનાજ રાશનની દૂકાનના માધ્યમથી લોકોને આપવામાં આવે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *