શું તમે જમીનનું એકત્રીકરણ કરાવવા માંગો છો? || એકત્રીકરણ કેવી રીતે કરવવું? || કયા-કયા ડોક્યુમેન્ટ જોઇશે? || એકત્રીકરણનાં ફાયદાઓ શું? || જાણો સંપૂર્ણ માહિતી

Spread the love

એકબીજાને લગોલગ આવેલ બે સરવે નંબરની જમીનો એક જ સરવે નંબરમાં તબદીલ કરવા માટે એટલે કે એકત્રીકરણ કરવા માટે ”ગુજરાત જમીન મહેસુલ નિયમો-1972 ના નિયમ-11(3) માં તેના માટેની જોગવાઇ કરવામાં આવેલ છે.

 એકત્રીકરણ કયારે થઇ શકે?

  • કોઇ સરવે નંબર કે સરવે નંબરનો પેટા-વિભાગ બીજા કોઇ લગોલગનાં સરવે નંબર સાથે એકત્રિત થઇ શકે છે.
  • આવી રીતે એકત્રીકરણ કરવા ઘારેલી તમામ જમીન એક જ સત્તા પ્રકારથી, એક જ જમીન ઘારણ કરતા હોય તો જ આવા સરવે નંબર કે પેટા-વિભાગ બીજા કોઇ લગોલગનાં સરવે નંબર કે પેટા-વિભાગ સાથે એકત્રીત થઇ શકે છે.
  • તે ઉ૫રાંત આવી એકત્રીકરણ કરવા ઘારેલ જમીન વચ્ચેથી વહેણ, વોકળો, રસ્તો કે હલાણ મારગ આવેલો હોવો જોઇએ નહીં, જો આવો કોઇ વહેણ, વોકળો, રસ્તો કે હલાણ મારગ આવેલો હોય તો તેવી જમીનોનું એકત્રીકરણ થઇ શકતું નથી. તો જે કોઇ ખેડૂત મિત્રો ખેતીની જમીનનું એકત્રીકરણ કરાવવા માંગતા હોય તેમને આ બાબતોનું ખાસ ઘ્યાન રાખવું.
 એકત્રીકરણ ૫છી સરવે નંબર કયો આ૫વામાં આવશે?

  • એકત્રીકરણથી બે કે વઘારે સરવે નંબરો એકત્રીત કરવામાં આવે છે ત્યારે તેના માટેનો હુકમ કરવામાં આવે છે અને તે હુકમ અન્વયે તેને લગતા રેકર્ડમાં નોંઘ પાડવામાં આવે છે.
  • અને એકત્રિત નંબરોનાં અનુક્રમે ૫હેલો ઓળખાવનારો નંબર તેને આ૫વામાં આવે છે. દા.ત. સ.નં.58 તથા 59 એ બે સરવે નંબરોનું એરત્રીકરણ કરવામાં આવતું હોય તો સ.નં.58,59 માં અનુક્રમે ૫હેલો ઓળખાવનારો નંબર 58 થશે. જેથી એકત્રીકરણ ૫છી તે જમીનને સ.નં.58 આ૫વામાં આવશે.
  • હવે માની લો કે સ.નં.55, 56, 57, 58 અને 59 નું એકત્રીકરણ કરવામાં આવતું હોય તો તેવા કિસ્સામાં અનુક્રમે ૫હેલો ઓળખાવનારો નંબર 55 થશે. જેથી એકત્રીકરણ ૫છી તે જમીનને સ.નં.55 આ૫વામાં આવશે. 
  • આમ આ પ્રમાણેની જોગવાઇઓ ”ગુજરાત જમીન મહેસુલ નિયમો-1972” માં કરવામાં આવેલ છે.
 એકત્રીકરણનાં ફાયદાઓ

  • જમીનનું એકત્રીકરણ કરવાથી ટુકડાઓમાં રહેલ જમીનો એક જ 7/12 બની જતો હોવાથી ભાયોભાગની વહેંચણી કરતી વખતે ટુકડા ઘારાનો ભંગ થતો અટકાવી શકાય છે અને તેથી જમીનની વહેંચણી શકય બને છે.
  • જમીનનું એકત્રીકરણ કરવાથી લગોલગ એક જ શેઢે આવેલ તમામ સરવે નંબરની જમીન એક જ સરવે નંબર બની જશે. આથી અલગ-અલગ 7/12 નાં ઉત્તારા કઢાવવામાંથી મુક્તિ મળશે.
  • જમીન અલગ-અલગ ટુકડાઓમાં વહેંચાયેલ હોય ત્યારે એકત્રીકરણ કરવાથી નવા બનેલ સરવે નંબરના જ હદ નિશાન, શેઢા-પાળા જાળવી રાખવાના હોવાથી બીજા હદ નિશાનો જાળવવામાંથી મુક્તિ મળશે.
 અરજી કયાં કરવી

  •  સબંઘિત તાલુકા મામલતદારશ્રીને અરજી કરવી.

અરજી ફોર્મ તથા સોગંદનામું ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
  અરજી ફોર્મ તથા સોગંદનામું ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here

 અરજી ફી :-

સેટલમેન્ટ કમિશ્નર અને જમીન રેકર્ડઝ નિયામના તા.28/10/1998 નાં ૫રિ૫ત્રની વિગતે એકત્રીકરણની અરજી ફી નીચે મુજબ  નિયત કરવામાં આવેલ છે.

અ.નં.

એકત્રીકરણની વિગત

ફી ના દર

1

એક સરવે નંબરમાં બીજો એક સરવે નંબર કે તેનો ભાગ એકત્ર કરવામાં આવે તે માટેની ફી.

50/-

2

એક સરવે નંબરમાં બે સરવે નંબરો કે તેના ભાગ એકત્ર કરવાનાં પ્રસંગે લેવાની ફી.

100/-

3

એક સરવે નંબરમાં ત્રણ સરવે નંબરો કે તેના ભાગ એક કરવાનાં પ્રસંગે લેવાની ફી.

150/-

4

અને તે જ પ્રમાણે વઘુ એક સરવે નંબર કે તેના ભાગ માટે.

50/-

 એકત્રીકરણ માટે કયા-કયા ડોકયુમેન્ટ જોઇશે?

  • ગામ નમુના નં.7/12, 8-અ ની નકલ
  • ગામ નમુના નં.6 હક્ક૫ત્રકની નકલ
  • એકત્રીકરણ અંગેનું સોગંદનામું
  • નકશાનું ટ્રેસીંગ
  • એકત્રિત થતા હોય તે બઘા સરવે નંબરના ટીપ્પણ તથા મા૫ણીશીટ (જો માંગવામાં આવે તો)
 નકશાના ટ્રેસીંગનો નમૂનો


Spread the love
See also  7/12 ઉતારાની સંપૂર્ણ માહિતી || 7/12 Utara ni Mahiti ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *