Gujarat Impect Fee (GRUDO) -2022 ગેરકાયદેસર બાંધકામોને ઇમ્પેક્ટ ફી લઈ કાયદેસર કરાશે

Spread the love

Gujarat Impect Fee (GRUDO) -2022 : ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર થયેલા બાંધકામને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નગરપાલિકા વિસ્તારો અને શહેરી વિકાસ સત્તામંડળનાં વિસ્તારોમાં કરવામાં આવેલા અનઅધિકૃત(ગેરકાયદેસર) બાંધકામોને કાયદેસર કરી આપવામાં આવશે. જે અંતર્ગત ઇમ્પેક્ટ ફી ભરીને આવા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરી આપવામાં આવશે.આમ, ગુજરાતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઇઝડ ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ-૨૦૨૨ (The Gujarat Regularisation of Unauthorised Development Ordinance(GRUDO)-2022) વટહુકમ તા.૧૭ ઓકટોબર, ૨૦૨૨ નાં રોજ બહાર પાડવામાં આવેલ છે.

  • અનઅધિકૃત બાંધકામ તા.૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી અરજી કરી, નિર્ધારિત ફી ભરી, નિયમિત કરાવી શકશે.
  • સર્ટિફીકેટ ઓફ રેગ્યુલરાઈઝેશન BU (બિલ્ડિંગ યુઝ) પરમીશનને સમકક્ષ ગણાશે.
  • જે અનઅધિકૃત બાંધકામ પર નોટિસ આપી હશે કે કેસ થયા હશે તે રદબાતલ થશે.
  • બાંધકામ નિયમિત કરાવવાથી બેંક લોન મેળવી શકશે.
  • લાઇટ, પાણી, ગટરલાઈનનાં કાયદેસર જોડાણ મેળવી શકશે.

કયા સંજોગોમાં બાંધકામો નિયમિત કરાવી શકશે?

  • માર્જિન, બાંધકામ વિસ્તાર(બિલ્ડઅપ એરિયા)માં વધારો, મકાનની ઊચાઈમાં ફેરફાર, વપરાશ ફેર વિગેરે,
  • કોમન પ્લોટમાં બાંધકામ, જેમાં કોમન પ્લોટના આવરી લીધેલ વિસ્તાર(કવરેજ)નાં 50% ની મર્યાદામાં અને પરવાનગીપાત્ર ઉપયોગ પૂરતું સિમિત બાંધકામ,
  • આવરી લીધેલા બહાર નીકળી આવેલા ભાગો(કવર્ડ પ્રોજેક્શન),
  • પાર્કિંગ પુરતું ન હોય, સેનેટરી સુવિધા પુરતી ન હોય,
  • નવી શરતની જમીનમાં થયેલ બાંધકામ,
  • રાજ્ય સરકાર ઠરાવે તેવી બીજી બાબતો,
  • તા.૦૧/૧૦/૨૦૨૨ પહેલા થયેલા બિનઅધિકૃત બાંધકામો.

પાર્કિંગ સબંધિત નિયમિત કરવાના નિયમો/જોગવાઈ :

  • નિયત પાર્કિંગની જોગવાઈ પૈકી 50% પાર્કિંગની સુવિધા માલિક/કબજેદારે જે-તે સ્થળે પ્રથમ પૂરી પાડવાની રહેશે.
  • જો પાર્કિંગ તે જગ્યાએ શક્ય ન હોય તો, મિલકતની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં હુકમ થાયનાં ૩ મહિનામાં પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે.
  • બાકી રહેતા 50% જરૂરી પાર્કિંગની નિયત થયેલા દરે ઇમ્પેક્ટ ફી લઈને બાંધકામ નિયમિત કરી શકશે.

ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવાં બાબત વટહુકમ-૨૦૨૨ (ગુજરાતી)

ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવાં બાબત નિયમો-૨૦૨૨ (અંગ્રેજી)

કયા સંજોગોમાં બાંધકામો નિયમિત કરાવી શકશે નહીં?

  • સરકાર, સ્થાનિક સત્તામંડળ અથવા વૈધાનિક મંડળની માલિકીની જમીનમાં કરેલ બાંધકામ;
  • કોઈ ચોક્કસ હેતુ માટે સંપાદિત કરેલ કે ફાળવેલ જમીન;
  • વિકાસ યોજના અથવા નગરરચના યોજનામાં દર્શાવેલા રસ્તાની લાઈનદોરી હેઠળની અથવા જાહેર રસ્તાની લાઈનદોરી હેઠળની જમીન;
  • મુકરર કરેલ અથવા અનામત રાખેલી જમીન;
  • જળમાર્ગો અને જળાશયો જેવા કે, તળાવનાં પટો, નદીના પટો, કુદરતી વહેણ અને એવા બીજા સ્થળો;
  • ત્રાસદાયક અને જોખમી ઔદ્યોગિક વિકાસના હેતુ માટે અલગ રાખેલ વિસ્તાર;
  • શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલું રમતનું મેદાન.
  • ઝોનમાં પરવાનગીપાત્ર એફએસઆઈ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) ૧.૦ કરતાં ઓછી હોય ત્યારે;
  • રહેણાંક હેતુ સિવાયનાં અન્ય ઉપયોગમાં એફએસઆઈ વાપરવામાં આવી હોય, તે કિસ્સામાં સી.જી.ડી.સી.આર. મુજબ મહત્તમ પરવાનગીપાત્ર એફએસઆઈનાં ૫૦% કરતાં વધુ હોય ત્યારે;
  • બહાર નીકળી આવેલા ભાગો, પ્લોટના હદની આગળ હોય ત્યારે;
  • મુકરર સત્તાધિકારી એવો અભિપ્રાય ધરાવતા હોય કે વપરાશ ફેર, આરોગ્યને હાનિકારક થઈ શકશે અથવા આરોગ્ય અને સલામતી માટે જોખમ ઊભું કરી શકશે ત્યારે;
  • અનધિકૃત વિકાસ પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, ગટર યોજના, વીજળી અથવા ગેસ અથવા બીજી કોઈપણ લોકોપયોગી સેવાનાં પુરવઠાનાં સાધનોની લાઈનદોરી હેઠળ આવતો હોય ત્યારે;
  • રાજ્ય સરકાર ઠરાવે તેવો અનધિકૃત વિકાસ;
  • રેરા એક્ટ-૨૦૧૬ અંતર્ગત નોટીસ અપાયેલા બાંધકામો;
  • ફાયર સેફટીનાં કાયદા મુજબ સુસંગત ન હોય;
  • ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ-૨૦૨૧ ની જોગવાઈ સાથે સુસંગત ન હોય;
  • સી.જી.ડી.સી.આર. પ્રમાણેની માળખાકીય સ્થિરતાની જરૂરીયાતો સાથે સુસંગત ન હોય;
  • તા.૦૧/૧૦/૨૦૨૨ કે તે પછી થયેલા બાંધકામો નિયમિત કરી શકશે નહીં.
See also  What is Pedhinamu? | પેઢીનામું (પેઢીઆંબો) એટલે શુ?

ફી નો દર :

પાર્કિંગ સિવાયનાં હેતુઓ માટે :

અનઅધિકૃત બંધકામનો કુલ વિસ્તારફી નો દર (રૂપિયા)
૫૦ ચો.મી. સુધી૩૦૦૦
૫૦ ચો.મી. થી ૧૦૦ ચો.મી. સુધી૬૦૦૦
૧૦૦ ચો.મી. થી ૨૦૦ ચો.મી. સુધી૧૨૦૦૦
૨૦૦ ચો.મી. થી ૩૦૦ ચો.મી. સુધી૧૮૦૦૦
૩૦૦ ચો.મી. થી વધુ૧૮૦૦૦ + વધારાનાં દર ચો. મી. દીઠ ૧૫૦

ઉપરનાં દરો માત્ર રહેણાંકનાં ઉપયોગ માટે જ લાગુ પડશે. ઉપયોગના ફેરફારનાં સંદર્ભમાં અને રહેણાંકનાં ઉપયોગ સિવાયનાં અન્ય ઉપયોગ માટે ઉપર જણાવ્યા મુજબના બમણા દરો લાગુ પડશે. અપુરતી સેનેટરી સુવિધાઓનાં કિસ્સામાં ઉપરોક્ત ફી ઉપરાંત રૂ.૭૫૦૦ ચુકવવાના રહેશે.

પાર્કિંગ હેતુઓ માટે :

વિગતફી નો દર
રહેણાંક માટે ખૂટતી પાર્કિંગ જગ્યાજંત્રીના ૧૫%
રહેણાંક સિવાયનાં હેતુ માટે ખૂટતી પાર્કિંગ જગ્યાજંત્રીના ૩૦%

સમયમર્યાદા :

અરજી કરવા માટેતા.૧૭/૦૨/૨૦૨૩
બાંધકામ નિયમિત કરવાં માટે ભરવાની થતી ફી અંગેનાં હુકમ કરવા૬ માસ (અરજીની તારીખથી)
ફી ભરવા માટે૨ માસ (જાણ થયેથી)
અરજી નામંજૂર કરવા૬ માસ (અરજીની તારીખથી)
એપેલેટ ઓફિસર સમક્ષ અપીલ કરવા૬૦ દિવસ(મંજૂર કે નામંજૂર નાં હુકમથી)
૫૦૦ મીટર નાં અંતરમાં પાર્કિંગ માટે૩ માસ (હુકમની તારીખથી)

અરજી કરવા માટે અહિ ક્લિક કરો.

જરૂરી આધાર-પુરાવા :

  • ગામ નમુના નં.૭ અને ૧૨ નાં ઉતારાની પ્રમાણિત નકલ,
  • પ્રોપર્ટી કાર્ડની પ્રમાણિત નકલ,
  • સનદનાં નકશાની પ્રમાણિત નકલ,
  • માલિકીનો પુરાવો,
  • વેચાણ કરાર,
  • પ્રોપર્ટી ટેક્ષનું બિલ, વીજળી બિલ,
  • આધારકાર્ડની નકલ,
  • પાસપોર્ટ સાઇઝનાં ૪ ફોટા,
  • મિલકતનાં ફોટા (અલગ-અલગ એંગલથી)
  • કો.ઑ.હાઉસીંગ સોસાયટીનું  એન.ઓ.સી.

નોંધ : અહિ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. યોજનાકીય લાભ લેવા માટે અધિકૃત સરકારી નોટિફિકેશન , જોગવાઈ અને પરિપત્રો વાંચી લેવા વિનંતી.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *