Palak Mata Pita Yojana in Gujarat : ગુજરાત સરકાર રાજ્યના એવા દરેક બાળકો કે જેમની ઉમર 0 થી 18 વર્ષ ની વચ્ચેની છે અને તેના માતા-પિતા નું મૃત્યુ થઈ ગયું છે, અથવા પિતાનું મૃત્યુ થયું છે અને માતા એ બીજા લગ્ન કરી લીધા છે અને બાળક નું ભારણપોષણ તેના સગા સબંધી કરે છે તો તેવા બાળકોના પાલક માતા-પિતા એટલે કે બાળકનું ભારણપોષણ જેઓ કરી રહ્યા છે તેમને દર મહિને ગુજરાત સરકાર દ્વારા બાળક ના ભારણપોષણ માટે 3,000 રૂપિયા ની સહાય ચૂકવવામાં આવે છે, આ સહાય પાલક માતા પિતા યોજના અંતર્ગત ચૂકવવા માં આવશે. અમારા દ્વારા આ આર્ટીકલ ના માધ્યમ થી ગુજરાત સરકારનાં નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તકની પાલક માતા-પિતા યોજના (Palak Mata Pita Yojana) ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
Palak Mata Pita Yojana :
ગુજરાત સરકાર દ્વારા એવા અનાથ બાળકો કે જેના માતા-પિતા બંન્નેનું મૃત્યુ થયું છે કે પછી પિતા નું મૃત્યુ થયું છે અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે, તો આ અનાથ બાળક નું જે પાલક માતા-પિતા પાલન કરી રહ્યા છે તેમણે આ બાળક ના વિકાસ અને શિક્ષણ માટે બાળક ના અને પાલક માતા-પિતાના જોઇન્ટ બેન્ક ખાતામાં પ્રતિ માસ 3,000 (ત્રણ હજાર) રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.આ સહાય બાળક ની ઉમર 18 વર્ષ થાય ત્યાં સુધી ચૂકવવામાં આવશે. પાલક માતા પિતા દ્વારા આ સહાય ની રકમ માત્ર બાળકના શિક્ષણ અને વિકાસ માટે વાપરવાની રહેશે.
ગુજરાત સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના બાળક નું જીવન સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિ ની જેમ વિકસિત તથા સારી રીતે પસાર થઈ શકશે તે ઉદેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે, અને તેમનો આ ઉદેશ્ય પૂરો પણ થઈ રહ્યો છે. અને સરકાર દ્વારા એ પણ કાળજી રાખવામા આવી છે કે જો આ અનાથ બાળક ના પાલક માતાપિતા ની આર્થિક સ્થિતિ ખરાબ થાય તો બાળકને ઘણી સમસ્યાઑ ની સામનો કરવો પડી શકે છે અને આ પાલક માતા પિતા બાળક નું પાલન સારી રીતે કરી શકતા નથી. માટે ગુજરાત સરકાર દ્વારા 29/08/2009 ના રોજ પાલક માતા પિતા યોજના શરૂ કરવાંમાં આવી છે.
Palak Mata Pita Yojana Gujarat Update 2022 :
- પાલક માતા પિતા યોજના ની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા 26/12/1978 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
- યોજના ની શરૂઆત સમયે પાલક માતા-પિતાને 500 રૂપિયા ની સહાય આપવામાં આવતી હતી ત્યારબાદ તા.18/12/2009 નાં પરિપત્રની વિગતે શેવધારો કરી 1,000 કરવામાં આવેલ, જે તા.29/04/2016 નાં પરિપત્રથી વધારી ને 3,000 કરી દેવામાં આવી છે.
- આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન પ્રક્રિયા હવે ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેની પૂરી પ્રક્રિયા આ આર્ટીકલ માં નીચે આપેલી છે.
- પહેલા જે બાળકો 10 માં ધોરણ માં નાપાસ થતાં હતા એમની સહાય રોકી દેવામાં આવટી હતી પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે બાળકો 10 માં ધોરણ માં નાપાસ થયા છે તેમણે પણ સહાય ચૂકવવામાં આવશે.
- આ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય હવે થી DBT ના મધ્યમ થી સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવશે.
- જે બાળકો 10 માં ધોરણમાં નાપાસ થયા છે અને ઘરે બેઠા પરીક્ષા આપી છે તે બાળકોએ સ્કૂલ ના આચાર્ય નું પ્રમાણ પત્ર રજૂ કર્યે થી સહાય ચૂકવવામાં આવશે.
પાલક માતા પિતા યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય :
- Palak Mata Pita Yojana અંતર્ગત માત્ર એવા અનાથ બાળકો કે જેમના માતા અને પિતા બંને નું અવસાન થયેલ છે અથવા પિતા નું મૃત્યુ થયેલું છે અને માતા દ્વારા બીજા લગ્ન કરવામાં આવ્યા છે તેવા કેસમાં એમના બાળક નું જે માસા-માસી કે કાકા-કાકી એટ્લે કે પાલક માતા પિતા પાલન કરે છે તેમને ગુજરાત સરકાર દ્વારા બાળક ની ઉમર 18 વર્ષ થાય ત્યાં સુધી પ્રતિ માહ પાલક માતા પિતા અને બાળક ના સંયુક્ત બેન્ક ખાતા માં 3,000 રૂપિયા ની સહાય બાળક ના ભારણ પોષણ અને નિભાવ માટે DBT ના મધ્યમ થી ચૂકવવામાં આવશે.
- આ યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય પાલક માતા પિતા દ્વારા બાળક ના ભારણ પોષણ, શિક્ષણ અને બાળક બીજા બાળકોની જેમ જીવન વ્યતીત કરી શકે તે માટે ખર્ચ કરવામાં આવશે.
- યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય પાલક માતા પિતા અને બાળક ના સંયુક્ત બેન્ક ખાતામાં ચૂકવવામાં આવશે.
- જો કોઈ કારણસર કોઈ એક માસ ની સહાય લાભાર્થીના બેન્ક ખાતામાં જમા નહીં થઈ હોય તો આગળ ના મહિને બે મહિના ની ભેગી સહાય ચૂકવી દેવામાં આવશે.
- આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય મહિના ના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ચૂકવી દેવામાં આવશે.
- પ્રતિ વર્ષ ની શરૂઆત માં બાળક અભ્યાસ કરે છે તેવું સ્કૂલ નું બોનોફાઇડ પ્રમાણપત્ર અને માર્કશીટ સમાજ કલ્યાણ વિભાગ માં જમા કરાવવાની રહેશે, લાભાર્થી દ્વારા જો આમ નહીં કરવાંમાં આવે તો સહાય રોકી દેવામાં આવશે.
સહાય મેળવવા માટેની પાત્રતા :
- Palak Mata Pita Yojana અંતર્ગત માત્ર એવા અનાથ બાળકો કે જેમના માતા અને પિતા બંને નું અવસાન થયેલ છે અથવા પિતા નું મૃત્યુ થયેલું છે અને માતા દ્વારા બીજા લગ્ન કરવામાં આવ્યા છે તેવા કેસમાં એમના બાળક નું જે માસા-માસી કે કાકા-કાકી એટ્લે કે પાલક માતા પિતા પાલન કરે છે તેમને ગુજરાત સરકાર દ્વારા બાળક ની ઉમર 18 વર્ષ થાય ત્યાં સુધી પ્રતિ માહ પાલક માતા પિતા અને બાળક ના સંયુક્ત બેન્ક ખાતા માં 3,000 રૂપિયા ની સહાય બાળક ના ભારણ પોષણ અને નિભાવ માટે DBT ના મધ્યમ થી ચૂકવવામાં આવશે.
- જો પિતા નું મૃત્યુ થયું હશે અને માતા જીવિત હશે અને બીજા લગ્ન પણ નહીં કર્યા હોય તેવા કિસ્સા માં સહાય મળવા પાત્ર રહેશે નહીં.
- માતા દ્વારા બીજા લગ્ન કર્યા હશે કે માતા નું મૃત્યુ થયું હશે અને પિતા જીવિત હસે તો પણ આ સહાય મળવાપાત્ર રહેશે નહીં.
- આ યોજના અંતર્ગત સહાય જ્યાં સુધી બાળક ની ઉમર 18 વર્ષ ની ના થાય ત્યાં સુધી ચૂકવવામાં આવશે.
- બાળક ના 18 વર્ષ થયે થી સહાય બંદ કરી તેવામાં આવશે.
- આ યોજના અંતર્ગત માત્ર ગુજરાત રાજ્યના આવેદકો ને જ સહાય મળવાપાત્ર રહેશે.
- પાલક માતા પિતા માં દાદા-દાદી, કાકા-કાકી, માસા-માસી, મામા-મામી, નાના-નાની, ફોઇ-ફૂઆ નો સમાવેશ થાય છે.
- અનાથ આશ્રમથી એડોપ્ટ કરવામાં આવેલ બાળકો ને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
- બાળક જ્યાં સુધી અભ્યાસ કરતો હસે અને 18 વર્ષ ની ઉમર સુધી સહાય મળવા પાત્ર રહેશે.
- જો બાળક ની ઉમર 18 વર્ષ થી નાની હસે અને અભ્યાસ પડતો મૂકશે તો સહાય મળવાપાત્ર રહેશે નહીં.
- પાલક માતા-પિતા ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 27,000 અને શહેરી વિસ્તારમાં 36,000 રૂપિયા થી વધુ ના હોવી જોઈએ.
રજુ કરવાના ડોક્યુમેન્ટ :
- બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
- જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
- પુન:લગ્ન કરેલાનો પુરાવો
- આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
- પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક