Gujarat Board’s SSC & HSC Exam Announced

Spread the love

Gujarat Board of Secondary and Higher Secondary Exam Announced

 Std. 10 and 12 board exams will be held from March..

નિયામકશ્રી (પરીક્ષા), ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSCE & HSCE માર્ચ-2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-10 (SSCE) નાં વિદ્યાર્થીઓની પરીક્ષા તા.14/03/2023 થી શરૂ થશે. જેમની પરીક્ષાનો સમય 10-00 am થી 13-15 am સુધીનો રહેશે. જ્યારે ધોરણ-12 (HSCE) નાં સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ વિદ્યાર્થીઓની પરીક્ષા તા.14/03/2023 થી શરૂ થશે તથા વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા તા.20/03/2023 થી શરૂ થશે. તમામ પ્રવાહની પરીક્ષાનો સમય 03-00 pm થી 06-15 pm સુધીનો રહેશે. સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથક ઉમેદવાર માટેનો પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.વિગતવાર માહિતી માટે જાહેર કરવામાં આવેલ કાર્યક્રમની લિંક નીચે આપવામાં આવેલ છે. જે વાંચી જવા વિનંતી.

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૩ ની પરીક્ષાનો કાર્યક્રમ માટે અહી ક્લિક કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. (ધોરણ-10) અને H.Sc. (ધોરણ-12)ના નિયમિત, પુનરાવર્તક, ખાનગી અને અલગ ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ-10 સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 સંસ્કૃત મધ્યમ પરીક્ષા માર્ચ 2023 થી લેવામાં આવશે.

આ પણ વાંચો :

PSE-SSE Exam Notification 2022 Apply @www.sebexam.org

વિગતવાર પરીક્ષા સમયપત્રક આ સાથે સમાવવામાં આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા વિનંતી છે.


Spread the love
See also  10/02/2022 Home Learning and Update

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *