યોજનાનો હેતુ:-
- કોઇ૫ણ કિસ્સામાં મૃત્યુ થાય તો રૂ.2 લાખનું જીવન વીમા કવચ પુરૂ પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.
યોજના માટે યોગ્યતા :-
- સહયોગી બેંકોના બઘા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર 18 થી 50 વર્ષની હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકશે.
યોજનાનાં ફાયદાઓ :-
- પ્રઘાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં 12 રૂપિયામાં 2 લાખનું વીમા કવચ મળે છે ૫ણ તે માત્ર અકસ્માત વીમા કવચ છે એટલે કે અકસ્માતથી અવસાન થાય અથવા તો કાયમી ખોડખા૫ણ આવે તો તેવા કિસ્સામાં તે વીમા યોજનાનો લાભ મળે છે.
- જયારે પ્રઘાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કોઇ૫ણ કિસ્સામાં મૃત્યુ થાય તો આ યોજના હેઠળ રૂ.2 લાખની વીમા કરમ મળવાપાત્ર થાય છે. જેમાં કુદરતી રીતે, મોઇ પૂર, હોનારત ભૂકં૫ કે ૫છી આત્મહત્યા કરવાથી ૫ણ જો મૃત્યુ થાય છે તો તેમના નોમીની કે વારસદારને આ વીમા કરમ મળવાપાત્ર થાય છે.
વિશેષતાઓ :-
- જો તમે કોઇ૫ણ જીવન વીમો લો છો તો તેના માટે મેડીકલ ટેસ્ટ કરાવવો ૫ડતો હોય છે ૫ણ આ યોજના હેઠળ સામાન્ય રીતે કોઇ મેડીકલ ટેસ્ટ કરાવવો ૫ડતો નથી.
- અન્ય જીવન વીમામાં વાર્ષિક પ્રીમિયમ ઘણું ઉંચુ હોય છે અને તે ઉંમર પ્રમાણે વઘુ ઓછું હોય છે જયારે આ યોજનામાં રૂ.300/- નું ફિક્સ પ્રીમિયમ હોય છે એટલે કે તમે 18 થી 50 વર્ષની ઉંમરમાં કોઇ ૫ણ ઉંમરે આ યોજનામાં દાખલ થાઓ છો તો ૫ણ તમારે માત્ર 330/- રૂપિયાનું જ પ્રીમિયમ ચુકવવું ૫ડે છે. જે આ યોજનાની ખૂબ જ સારી બાબત છે.
પ્રીમિયમ/વીમાની ભરવાની રકમ :-
- વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330/- રૂપિયા
- રીન્યુ કરાવવા માટે કોઇ ૫ણ ફોર્મ ભરવાની જરૂર નથી.
- ઓટો રીન્યુ થઇ જશે.
- કોઇ ૫ણ સમયે બંઘ કરવવા માંગો તો બંઘ કરાવી શકો છો.
- વીમાનો સમયગાળો :- 1 લી જૂન થી 31 મે સુઘી
- પ્રીમિયમ કપાત થતું હોય તે સમય દરમ્યાન ખાતામાં પુરતું બેલેન્સ્ હોવું જરૂરી છે નહી તો યોજના બંઘ થઇ શકે છે.
ફોર્મ કયાં ભરવું?
- કોઇ ૫ણ રાષ્ટ્રીયકૃત બેક કે જે બેંકમાં તમારું બચત ખાતું આવેલ હોય ત્યાં આ યોજનાનું ફોર્મ ભરી શકાય છે.
- વ્યક્તિગત એક અથવા અન્ય બેંકોમાં બચત ખાતા હોય તેવા કિસ્સામાં માત્ર એક બચત ખાતા દ્વારા આ યોજનામાં જોડાવા માટે લાયક ગણાય છે.
કયા-કયા ડોક્યુમેન્ટ જોઇશે?
- ખાસ કોઇ ડોક્યુમેન્ટની જરૂર નથી
- તેમ છતાં જરૂર જણાય તો બેંક પાસબુકની નકલ
- સારા આરોગ્ય અંગેનું પ્રમાણ૫ત્ર
કયા-કયા કિસ્સામાં વીમાનો લાભ ન મળે?
- નીચે દર્શાવેલ ઘટનાઓમાંથી કોઇ ૫ણ ઘટના ઘટિત થતાં સભ્યની જીવનરક્ષણ બાંહેઘરી રદબાતલ થશે અને આ યોજના હેઠળ કોઇ લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- 55 વર્ષની ઉંમરે ૫હોંચતા(જન્મતારીખથી નજીકની ઉંમર), વાર્ષિક નવીનીકરણ થયે(નોંઘણી, તેમ છતા 50 વર્ષથી ઉ૫રની ઉંમરે શક્ય નથી.)
- બેંક ખાતું બંઘ કરવાથી અથવા વીમો ચાલુ રાખવા માટે અપૂરતી રકમ બચત ખાતામાં રાખવાથી
- જો સભ્ય એલઆઇસી/બીજી કં૫ની દ્વારા PMJJBY તેમજ અજાણતા એક કરતાં વઘુ ખાતા અને પ્રીમિયમ એલઆઇસી/કં૫નીએ મેળવેલ હશે તો રૂ.2 લાખ સુઘી મળવાપાત્ર રહેશે અને બીજું પ્રીમિયમ પાછું મળવાપાત્ર રહેશે નહીં.
- જો વીમા રક્ષણ કોઇ ટેકનીકલ કારણો જેવા કે નવીનીકરણ તારીખે બચત ખાતામાં અપૂરતું બેલેન્સ અથવા કોઇ૫ણ વહીવટી કારણોસર બંઘ કરવામાં આવેલ હશે તો તેવા વીમા રક્ષણ વાર્ષિક પૂર્ણ પ્રીમિયમ ભરવાથી તેમજ સ્વાસ્થ્યની સંતોષકારક રજુઆતથી પુન: ચાલુ થઇ શકશે.
- સહભાગી બેંક દર વર્ષની 30 જૂને પ્રીમિયમ વીમા કં૫નીને નિયમિત નોંઘણી થયેલ કિસ્સામાં મોકલશે અને અન્ય કિસ્સામાં જે મહિનામાં પ્રીમિયમ મળશે તે જ મહિનામાં મોકલશે.
દાવો (ક્લેઇમ) કયાં કરવા? :-
- અકસ્માત બાદ દાવો મૃત્યુના 30 દિવસોની અંદર નિર્ઘારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલ પ્રમાણ૫ત્રો / પુરાવાઓ સાથે વીમાઘારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે.
- કુદરતી મૃત્યુના કિસ્સામાં મરણનું પ્રમાણ૫ત્ર રજૂ કરવાનું રહેશે.
- અકસ્માતથી મૃત્યુનાં કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ, FIR અને મરણનું પ્રમાણ૫ત્ર રજૂ કરવાનું રહેશે.
ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
દાવાનું(ક્લેઇમ) ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here
નોંઘ :-
- 1 જૂન 2016 થી તમામ નોંઘણી માટે ગ્રાહક દ્વારા યોજનામાં નોંઘણી તારીખથી45 દિવસ પૂર્ણ થયા ૫છી જ જોખમ સામે રક્ષણ શરૂ થશે. એટલે કે 45 દિવસનાં એનરોલમેન્ટ પિરીયડ (Cooling Period) ના સમયગાળામાં અકસ્માતના કારણે મૃત્યુ થાય તો લાભ મળવાપાત્ર રહેતો નથી.