Apara Ekadashi Vrat | આજે પિતૃઓને પ્રેતગતિમાંથી મુકિત આપતી અપરા એકાદશી વ્રત

Spread the love

Apara Ekadashi Vrat | આજે પિતૃઓને પ્રેતગતિમાંથી મુકિત આપતી અપરા એકાદશી વ્રત

ગુરૂવારે પિતૃઓને પ્રેતગતિમાંથી મુકિત આપતી અપરા એકાદશી વૈશાખ વદ અગીયારસને ગુરૂવાર તા . ૨૬-૫-૨૨નાં દિવસે અપરાએકાદશી છે . અપરા એકદશીનું વ્રત કરવાથી જો કોઈપિતૃ પ્રેતગતિમાં હોય તેમને મોક્ષ મળે છે.

મોક્ષદાયી અપરા એકાદશીનાં દિવસે આ કથા વાંચવાથી બધા પાપમાંથી મુક્તિ મળવાની માન્યતા છે.

વ્રતવિધિઃ

ગુરૂવારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમમાં ન્હાવાનાં જળમાં ગંગાજળ પધરાવી સ્નાન કરવું . ત્યારબાદ નિત્ય પુજા કરી અને બાજોઠ ઉપર પીળુ વસ્ત્ર પાથરી અને તેનાં ઉપર વિષ્ણુ ભગવાનની છબી પધરાવી બાજુમાં ઘીનો દિવો કરવો તથા બાજુમાં ત્રાંબાનાં લોટા અથવા કળા પાણીનો ભરી તેમાં અબીલ , ગુલાલ , કંકુ પધરાવી અને તેમાં આસોપાલવનાં પાંચ પાન પધરાવવા , સોપારી રૂપિયો પધરાવવો અને તેની ઉપર આડુ શ્રીફળ રાખવું . આ કળસ ભગવાનની છબીની આગળ પધરાવવો . વિષ્ણુ ભગવાનની છબીને ચાંદલો – ચોખા કરી પોતે કરવા અને કુલ પધરાવી અને અબીલ , ગુલાલ , કંકુ , ધુપબતી અર્પણ કરવી. નૈવેદ્યમાં મીઠાઈ તથા કાકડી ખાસ ધરાવી આરતી કરવી અને વિષ્ણુ સહશસ્ત્ર નામના જેટલા નામ બોલાઈતેટલા બોલવા . અને ત્યારબાદ પોતાનાં ઈષ્ટદેવની માળા કરવી . પિતૃને પ્રાર્થનાકરવી અને એકાદશીની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી.

ગુરૂવારે સાંજનાં સમયે ભગવાનનાંકિર્તન કરવા , બ્રાહ્મણને દાન – દક્ષિણા આપવી તથા દિવસ દરમ્યાન નિંદ્રા કરવી નહી , ઉપવાસ અથવા એકટાણું કરવું . શુક્રવારે સવારે વહેલા ઉઠી અને નિત્યકર્મ કરી સૌ પ્રથમ સ્થાપના પાસે બેસી અને જમણા હાથમાં જળ લઈ અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવી કે મેં અપરા એકાદશીનું વ્રત કરેલું છે . આ વ્રતનું ફળ હું મારા પિતૃઓને અર્પણ કરૂં છું . જો કોઈ મારા પિતૃ પ્રેતગતિમાં હોય તો તેને મોક્ષગતીની પ્રાપ્તિ થાય. ત્યારબાદ હાથમાં લીધેલ જળ ભગવાન પાસે મુકવું અને કળસનું પાણી આખા ઘરમાં વિષ્ણુ ભગવાનનું નામ લઈ છાંટી દેવું . શ્રીફળ ભગવાનનાં મંદિરે પધરાવવું આમ વ્રતની પૂર્ણાહુતિ કરવી.

See also  World"s All Big Holy Temple Live Darshan

એકાદશીની વ્રત કથા અને વ્રત વિધિ

એકાદશીની વ્રત કથા અને વ્રત વિધિ|ઈન્ડિયા,National - Divya Bhaskar

અપરા એકાદશીનો બોધ

જીવનમાં સારા વ્યકિતની મદદ કરવાથી તેનું ભલુ તો થાય છે સાથે તેમનાં અંતર આત્માનાં આર્શિવાદથી મદદ કરનારની પ્રગતિ અને ભાગ્યોદય થાય જ છે આ સનાતન સત્ય છે . આથી હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. – શાસ્ત્રી રાજદીપ જોષી ( વૈદાંત રત્ન )

અપરા એકાદશીની વ્રત કથા

અપરા એકાદશીની વ્રત કથા વાંચવા અહીં ક્લિક કરો.

પ્રાચિન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો. રાજાનો નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી, અધર્મી અને ક્રુર હતો. તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો. એ દિવસ તક જોઈને બ્રજધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી. તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી. રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી. એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નિકળ્યા. તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો. ઋષિએ રાજાના આત્માને પીપળના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો. સાથે પ્રેત યોનિમાંથી છૂટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોકમાં જતો રહ્યો.  

એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.પરીવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી. ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા. રક્ષા સૂત્ર બાંધવું. ત્યાર પછી ઘીનો દીવો કરવો. ત્યાર પછી શંખ અને ઘંટડીની પૂજા કરવી અને વ્રત કરવાનો સંકલ્પ કરવો. પછી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને ઉપવાસ કરવો. રાતે જાગરણ કરવું. વ્રતના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. પછી ભોજન કરવું.

એકાદશી ઉપર ભગવાનની પૂજામાં ચોખાના બદલે તલ અર્પણ કરવા. આળસ છોડવી. વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રોનો જાપ કરવો. તુલસી સાથે ભગવાનને ભોગ ધરવો. રાતે જાગરણ કરતા ભજન કરવા. બ્રહ્મચર્યનું પાલન કરવું.

See also  World"s All Big Holy Temple Live Darshan

(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી સૂચના તથા માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. trickgujarati.com તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતા નો અમલ કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવા વિનંતી.)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *