E-Nirman Card Gujarat | ઈ-નિર્માણ કાર્ડ: કાર્ડ એક ફાયદા અનેક

Spread the love

ઈ-નિર્માણ કાર્ડ (E-Nirman Card) વિનમૂલ્ય કાઢી આપવામાં આવે છે. ઈ-નિર્માણ કાર્ડ (E-Nirman Card) યોજનાનું સંચાલન ગુજરાત સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવે છે.

E-Nirman Card એટલે શું?

પહેલાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓને આપતું ઓળખકાર્ડ એટલે જ શ્રમયોગી કાર્ડ (લાલ ચોપડી /રેડ બુક)

હાલ/અત્યારે બાંધકામ ક્ષેત્રનાં કામદારોને ઓળખાણ માટેનાં એક પુરાવા તરીકે E-Nirman Card આપવામાં આવે છે.

મકાન અને અન્ય બાંધકામ કાર્યનો અર્થ

નીચે લખેલામાંથી કોઈપણમાં બાંધકામ, બાંધકામમાં ફેરફાર કરવાનું કામ, સમારકામ, જાળવણી કે તોડવાનું કામ-

  • મકાન
  • રસ્તો/પુલ/સુરંગ
  • રેલ્વે
  • વિમાન મથક
  • ટાવર
  • સિંચાઇ
  • બંધ / નહેર / જળાશય
  • ગટર
  • પુર નિયંત્રણ કાર્ય
  • વોટર વર્કસ
  • પાઈપલાઈન
  • વીજળીનું ઉત્પાદન, એકત્રીકરણ અને વિસ્તરણ
  • સંચાર માધ્યમો ( રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, તાર, વાયરલેસ) થી જોડાયેલા કાર્યો વિગેરે

ઈ-નિર્માણ કાર્ડ, ગુજરાત (E-Nirman Card, Gujarat)| બાંધકામ શ્રમયોગીનો અર્થ

ઉપર દર્શાવેલ કોઈપણ મકાન અથવા તેને લગતા બાંધકામનાં કામમાં કુશળ, અર્ધકુશળ કે અકુશળ પ્રકારનાં કામ કરનાર વ્યક્તિ, મજૂર, કામદાર, શ્રમજીવી (મેનેજર, વહીવટકર્તા કે નિરીક્ષણ કરનાર વ્યક્તિને છોડીને) બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરવી શકે છે.

કાર્ડ માટે પાત્રતા

  • ઉંમર : ૧૮-૬૦ વર્ષ (મહિલા/પુરુષ)
  • છેલ્લા ૧૨ મહિનામાં બાંધકામ શ્રમિક તરીકે ઓછામાં ઓછું ૯૦ દિવસ કામ કર્યાનું પ્રમાણપત્ર

ઈ-નિર્માણ કાર્ડ(E-Nirman Card) કોણ કાઢવી શકે?

  • ચણતર કામ
  • ચણતર કામનાં પાયા ખોદકામ
  • ઈંટો, માટી કે સામાન ઉપાડકામ
  • ધાબા ભરવાનું કામ
  • સાઇટ ઉપર મજૂરી કામ
  • ટાઇલ્સ ઘસાઈ કામ
  • પ્રોફેબ્રિકેશન કોન્ક્રીટ મોડ્યુલ્સ કામ
  • માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ
  • થ્થર કાપવા તથા બેસાડવાનું કામ
  • ટાઇલ્સ/ધાબાનાં કટિન-પોલીસિંગ
  • ચૂનો લગાડવાનું કામ, કલરકામ
  • ગટર અને પ્લમ્બિંગ કામ
  • ઇલેકટ્રીશિયનનું કામ
  • ગ્લાસ પેનલ ઈન્સ્ટોલેશન કામ
  • રસોડા કીચન બનાવવાનું કામ
  • ફાયર ફાઈટીંગ કીટ ઈન્સ્ટોલેશન કામ
  • લીફ્ટ ઈન્સ્ટોલેશન
  • સિક્યોરીટી સીસ્ટમ
  • દરવાજા ફેબ્રીકેશન
  • ગ્રીલ, બારી દરવાજાનું કામ
  • રોટરી કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશન
  • વોટર હાર્વેસ્ટીંગ બાંધકામ
  • સુથારી કામફોલ્સ સિલીંગ, લાઈટીંગ કામ
  • પ્લાસ્ટર ઓફ પેરીસ
  • ઈંટો બનાવવી, નળીયા બનાવવા
  • સોલાર પેનલ
  • સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન
  • સ્વીમીંગ પુલ બનાવવા
  • જાહેર બગીચાઓ બનાવવા
  • ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો
  • રેલવે પુલ, ઓવર બ્રિજ ક્ષેત્રનાં શ્રમિકો
  • કન્સ્ટ્રક્શન/ઇરીગેશન જેવા સાઈનેજ બોર્ડ
  • ફર્નિચર, બસ ડેપો, સિગ્નલીંગ સીસ્ટમ
  • બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતાં તમામ મજૂરી કામ
See also  Mukhya Mantri Bal Seva Yojana | મુખ્યમંત્રી બાળ સેવા યોજના | મેળવો માસિક 4000 એમ 48000 ની સહાય દર વર્ષે | યોજનાનો લાભ કોને અને કયાંથી મળશે? | સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો.

ઈ-નિર્માણ કાર્ડ(E-Nirman Card) માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • આવકનો દાખલો
  • બેંક એકાઉન્ટની માહિતી

ઈ-નિર્માણ કાર્ડ(E-Nirman Card) થી થતાં લાભ/ફાયદાઓ

  • નોંધાયેલાં મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસૂતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસૂતિ માટે રૂ.૨૭,૦૦૦/- ની સહાય
  • ધન્વન્તરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર
  • વ્યાવસાયિક રોગ અને ઇજાના કિસ્સામાં રૂ.૩ લાખ સુધીની સહાય
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ.૧૦ માં પૌષ્ટિક ભોજન
  • શિક્ષણ સહાય યોજના અંતર્ગત બે સંતાનોમાં દરેક સંતાનને રૂ.૫૦૦ થી ૪૦,૦૦૦/- સુધીની સહાય
  • શ્રી નાનાજી દેસમુખ આવાસ યોજના હેઠળ રૂ.૧,૬૦,૦૦૦/- અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ રૂ.૧ લાખની સહાય
  • આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂ.૩ લાખ અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત રૂ.૭,૦૦૦/- ની સહાય
  • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દીકરીના નાતે રૂ.૧૦,૦૦૦/- નાં (FD) બોન્ડ
  • સ્થળાંતર કરતાં બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિકના વતનમાં જ હોસ્ટેલની સુવિધા

ઈ-નિર્માણ કાર્ડ(E-Nirman Card) માટે નોંધણી ક્યાંથી અને કેવી રીતે કઢાવી શકાય?

  • e-Nirman મોબાઈલ એપ્લિકેશન (Click Here) પરથી અથવા
  • www.enirmaanbocw.gujarat.gov.in પર સ્વનોંધણી દ્વારા
  • આપની નજીકના કોમન સર્વિસ સેન્ટર(CSC) અને ઈ-ગ્રામ કેન્દ્ર પરથી નોંધણી કરવી શકાય છે.  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *