Cattle Shed & Water Tenk For Cattle Sahay Yojana | ૫શુઓ માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા સહાય યોજના | યોજનાનો લાભ કોને મળશે? | સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો.

Spread the love

 

    રાજ્યના ૫શુપાલન ખાતું ગંજરાત રાજ્ય, ગાંઘીનગર દ્વારા વર્ષ : 2021-22 માટે અમલી વિવિઘ વ્યક્તિલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાનો લાભ લેવા માટે i-Khedut પોર્ટલ ૫ર ઓનલાઇન અરજી કરવી ફરજીયાત છે. ઓનલાઇન અરજી કરવા માટે તા.01/06/2021 થી તા.01/07/2021  દરમ્યાન પોર્ટલ ખુલ્લુ રહેશે. તેવી જાહેરાત કરવામાં આવેલ છે.

    જેથી આ જાહેરાત અન્વયે લાભ લેવા ઇચ્છતા તમામ ૫શુપાલકોએ i-Khedut  પોર્ટલની વેબસાઇટ ૫ર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આમ, આ જાહેરાત અન્વયે પશુપાલન ખાતાને લગતી વિવિઘ 26 જેટલી યોજનાઓ માટે ઓનલાઇ અરજી ફોર્મ ભરી શકાય છે. આ 26 યોજનાઓ પૈકીની જ એક યોજના છે ૫શુઓ રાખવા માટે કેટલ શેડ તથા પાણીની ટાંકી બનાવવા માટેની સહાય યોજના. આ૫ણે તેની માહિતી જોતા જઇએ.

 યોજનાનો લાભ કોને મળશે?

 ૫શુઓ રાખવા માટે કેટલ શેડ તથા પાણીની ટાંકી બનાવવા માટેની સહાય યોજનાનો લાભ એ માત્ર અનુસૂચિત જાતિના ૫શુપાલકોને મળવાપાત્ર થાય છે. જેથી અનુસૂચિત જાતિના પશુપાલક મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ યોજના અન્વયે i-Khedut પોર્ટલ ૫ર ઓનલાઇન અરજી કરી શકે છે. 

 યોજના અન્વયે કેટલી સહાય મળે છે?

  • આ યોજના અન્વયે અનુસૂચિત જાતિના પશુપાલકને કુલ ખર્ચના 75% અથવા રૂ.30,000/- તે બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે મહત્તમ રૂ.30,000/- ની સહાય મળવા પાત્ર થાય છે.
 અરજી કયાં કરવી અને છેલ્લી તારીખ કઇ?

See also  Manav Garima Yojana Sadhan Sahay Kit Selection List Computerised Draw Selection List PDF Manav Garima Yojana-2021-22 જુઓ તમારું નામ ડ્રો માં આવ્યું છે કે નહીં?

અરજી કરવા માટે i-Khedut પોર્ટલની વેબસાઇટ http://ikhedut.gujarat.gov.in ૫ર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે.

ફોર્મ ભરવાનું શરૂ થયા તા.01/06/2021

ફોર્મ ભરવાની છેલ્લી તા.01/07/2021


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *