નાલંદા અને પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ

Spread the love

નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની એવોર્ડ યોજના

નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની એવોર્ડ યોજનાઓ અન્વયે નીચે જણાવેલ એવોર્ડ માટે સંસ્થા/વ્યક્તિ પાસેથી આવેદનપત્રો મંગાવવામાં આવેલ છે.

નાલંદા એવોર્ડ :-

વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની આ યોજના માટે છેલ્લા દશ વર્ષમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સહિત સમાજના નબળા વર્ગનાં ઉત્કર્ષ માટે તથા સામાજિક સમજદારીને પ્રોત્સાહન આપી સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન કરનાર સંસ્થાને “નાલંદા” એવોર્ડ આપવામાં આવે છે. નાલંદા એવોર્ડ યોજના હેઠળ એવોર્ડની રકમ તરીકે રૂ.1,00,000/-(અંકે રૂપિયા એક લાખ પૂરા)ની સહાય આપવામાં આવે છે.

પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ

તેમજ ઉક્ત જાતિ સમૂહોને સામાજિક ન્યાય અને માનવ અધિકારો પ્રાપ્ત કરાવવા તથા પછાત વર્ગોમાં જાગૃતિ લાવવા અને તેમના જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરીને રૂઢિગત પ્રથાઓ તથા પ્રાણાલીઓમાંથી બહાર લાવી તેઓને શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રે અન્ય સમાજની હરોળમાં લાવવા માટે યોગદાન આપનાર વ્યક્તિને “પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ” એવોર્ડ આપવાની યોજના અમલીત છે. આ યોજના હેઠળ પણ એવોર્ડની રકમ તરીકે રૂ.1,00,000/-(અંકે રૂપિયા એક લાખ પૂરા)ની સહાય આપવામાં આવે છે.

આ બંને એવોર્ડ એનાયત કરવાના હેતુ માટે સ્વૈચ્છિક સંસ્થા અને વ્યક્તિઓ માટે દરખાસ્ત મંગાવવામાં આવે છે. જે માટે સંસ્થાએ અથવા વ્યક્તિએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા નબળા વર્ગનાં લોકોના ઉત્કર્ષ માટે આપેલ યોગડાંને ધ્યાને લેવામાં આવશે.અરજદાર સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા સામાજિક અને શક્ષણિક રીતે પછાત વર્ગની જાતિઓની સામાજિક, શક્ષણિક, આર્થિકવિકાસની પ્રવૃતિઓ તેમજ તેમનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરતી પ્રવૃતી માટે ધ્યાનાકર્ષક અને પ્રથમ દ્રષ્ટિએ નોંધનીય કહી શકાય તેવી કામગીરી થયેલી હોવી જોઈએ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ ક્ષેત્રે વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ પ્રદાન કોઈ ચોક્કસ સ્થળ, સમય, સમુદાય, પ્રવૃતિ કે ઘટના પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ વિશાળ ફલક ઉપર પર્યાપ્ત સમયગાળા દરમ્યાન એવી કામગીરી કે વિશિષ્ટ પ્રદાન થયેલ હોવું જોઈએ કે બહોળા જનસમુંડેને લાંબા ગાળા માટે ફાયદો થયો હોય.

એવોર્ડ માટે અરજી ક્યાં કરવી?

ઉપરોક્ત એવોર્ડ માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની લિંક નીચે આપેલ છે.

See also  કોરોનાથી અવસાન પામેલ વ્યક્તિના પરિવારને 50000ની સહાય

આ એવોર્ડ અંગેની અન્ય શરતો, માપદંડો, ભલામણ કરનાર વ્યક્તિઓ વગેરે બાબતો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં તા.21/12/2004 નાં ઠરાવ ક્રમાંક:સશપ/1103/નબા-7/અ તથા ક્રમાંક: સશપ/1103/નબા-2/અ થી સુનિશ્ચિત થયેલ છે. આ ઠરાવો esamajkalyan પોર્ટલ અને ખાતાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.

ઠરાવો તથા પરિપત્રો માટે અહીં ક્લિક કરો.

એવોર્ડ માટે અરજી કરવાની તારીખ :-

તા.28/12/2021 થી તા.31/01/2022 સુધી અરજી કરવાની રહેશે.

અરજી કર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી અરજીની પ્રિન્ટ કાઢી અપલોડ કરેલ આધારો બિડાણ સહ મોડમાં મોડા તા.05/02/2022 સુધીમાં નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરીના નીચે જણાવેલ સરનામે RPAD થી અથવા રૂબરૂમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :-

  • નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ,
  • બ્લોક નં.4, ત્રીજો માળે, ડૉ. જીવરાજ મહેતા ભવન,
  • ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *