Pandit Dindayal Upadhyay Awas Yojana 2023-24|પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

Spread the love

Pandit Dindayal Upadhyay Awas Yojana 2023-24 : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જે પૈકીની નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ હસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના, કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ, વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ, દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરુ યોજના તથા વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને “વિદેશ અભ્યાસ લોન યોજના” હેઠળ લાભ આપવામાં આવે છે. જે પૈકી આજે આપણે જે લોકો પાસે ઘર નથી, કે ઝુંપડાઓમાં રહે છે, તેમને પાકું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશે વાત કરીશું. આજે પાણે નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા ચાલતી “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023-24” વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Pandit Dindayal Upadhyay Awas Yojana

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા અને પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિ માટે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ (Director Developing Castes Welfare) દ્વારા પણ અલગ-અલગ યોજના ઓનલાઈન e-Samaj Kalyan Portal પર ચાલે છે. જેમાં ઘરવિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023-24 બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે કરવી, તેના માટે શું-શું પાત્રતા કરેલી છે, તેના ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

યોજનાનો ઉદ્દેશ :

નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગ, આર્થિક ૫છાત વર્ગ(EWS), વિચરતી-વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ થવું એ આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય છે. આ યોજના હેઠળ ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને Awas Yojana નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

See also  બીપીએલ ઘારકો માટેની યોજના || મળશે રૂ.20,000 ની સહાય || સંકટમોચન યોજના || રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (National Family Benefit Scheme)

પાત્રતાના ઘોરણો :

            આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ. અથવા
  • આર્થિક રીતે પછાત વર્ગ નો હોવો જોઈએ અથવા
  • વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે.
  • ઘર વહોણા અરજદારોને  ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓનેઆ યોજનાનો લાભ આપવામાં આવશે.

જરૂરી આધાર-પુરાવા (Required Documents) :

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રી)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

મળવાપાત્ર સહાય :

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *