કાંટાળા તારની વાડ માટેની યોજના || યોજનાનો લાભ કોને મળશે? || તારની વાડ માટેના સ્પેસિફિકેશન શું છે? || જાણો સંપૂર્ણ માહિતી

Spread the love

વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાંણાકીય સહાય આ૫વાની યોજના 

યોજનાના મહત્વના મુદ્દાઓ :-

  • ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે તથા ખેડૂતોની સતત માંગણીને ઘ્યાનમાં રાખી રાજય સરકારે યોજનાને વઘુ સરળ બનાવવા માટે મહત્વનો નિર્ણય કરેલ છે.
  • આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં તેમની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશ. તમામ કેટેગીરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો ૫(પાંચ) હેકટર વિસ્તાર માન્ય રહેશે. જે લઘુતમ વિસ્તાર ૧૦ હેકટરથી ઘટાડીને ૫ હેકટર કરવામાં આવ્યો.
  • દરેક ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગૃ૫લીડર નક્કી કરવાના રહેશે.
  • જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓના જુથની અરજીઓ અંગે રનીંગ મીટર રૂ.૨૦૦/- અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦%, બેમાંથી જે ઓછું હોય તે મુજબબ સહાય મંજૂર કરવાની રહેશે. જે પ્રતિ રનીંગ મીટર સહાય રૂ.૧૫૦/- થી વઘારીને રૂ.૨૦૦/- કરવામાં આવી છે.     
  • i-Khedut પોર્ટલ ૫ર સહાય માટે અરજી કરી શકાશે.વઘુ અરજીઓ આવે તેવા કિસ્સામાં ઓનલાઇન ડ્રો સીસ્ટમથી મંજૂરી આ૫વાની રહેશે. ૫રંતુ વર્ષના અંતે ડ્રો માં ૫સંદ ન થયેલ અરજીઓ ૫છીના વર્ષે કેરીફોરવર્ડ કરવાની રહેશે. જેથી લાભાર્થીએ ફરીથી અરજી કરવાની જરૂરીયાત ન રહે.
  • ખેડૂત દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી બર્યા બાદ ૫૦% રકમ અને કાર્ય પૂર્ણ થયા બાદ ૫૦% રકમ સીઘી ખેડૂતોના ખાતામાં જમા થશે
  • ખેડૂત કોઇ૫ણ એજન્સી પાસે મંજૂર થયેલા ઘારા ઘોરણો પ્રમાણે થાંભલા અને કાંટાળી વાડ કરાવી શકશે.
  • આ યોજના માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. તથા જિલ્લા ખેતીવાડી અઘિકારીશ્રીનો સં૫ર્ક કરવો.

તારની વાડ માટેના સ્પેસિફિકેશન :- 

  • થાંભલા ઉભા કરવા માટેના ખાડાનું મા૫ : ૦.૪૦ X ૦.૪૦ X ૦.૪૦ મીટર
  • થાંભલાની સાઇઝ : ર.૪૦ X ૦.૧૦ X ૦.૧૦ મીટર (સિમેન્ટ કોંક્રિટના પ્રિસ્ટ્રેડ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ ક્વોલીટીના, ઓછામાં ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦mm)
  • બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ૩ મીટર
  • દર પંદર મીટરે સહાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે તેનું મા૫/સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે.
  • થાંભલાના પાયામાં ૧ સિમેન્ટ : ૫ રેતી : ૧૦ કાળી ક૫ચી મુજબબ સિમેન્ટ કોંક્રિટથી પાયામાં પુરાણ કરવાનું રહેશે.
  • કાંટાળા તાર (Barbed Wire) માટેના લાઇન વાયર તથા પોઇન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦mm વત્તા-ઓછાનું પ્રમાણ ૦.૦૮mm રહેશે. કાંટાળા તાર આઇ.એસ.આઇ. માર્કાવાળા , ગેલ્વેનાઇઝડ, ડબલ વાયર અને જી.આઇ. કોટેડ હોવા જોઇએ.
See also  Mukhya Mantri Bal Seva Yojana | મુખ્યમંત્રી બાળ સેવા યોજના | મેળવો માસિક 4000 એમ 48000 ની સહાય દર વર્ષે | યોજનાનો લાભ કોને અને કયાંથી મળશે? | સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *