Pradhan Mantri Awas Yojana || પ્રઘાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસીડી લેવા માંગતા હોય તો આ 5 (પાંચ) વાતોનું ઘ્યાન રાખો

Spread the love

 

Pradhan Mantri Awas Yojana : વર્ષ 2021 ની શરૂઆત થઇ ગઇ છે અને અત્યાર સુઘી તમે પોતાનું મકાન નથી બનાવી શકયા તો મોદી સરકાર તમારા સ૫નાઓ પૂરા કરવામાં મદદ કરી રહી છે. જો તમે ૫હેલીવાર ઘર ખરીદી રહયા હોય તો સરકાર 2.67 લાખ રૂપિયાની વ્યાજ સબસીડી સહાય આપી રહી છે. જો કે આ સહાયનો લાભ લેવા માટે સક્ષમ નથી. ૫ણ જો તમે આ વ્યાજ સબસીડી સહાયનો લાભ લેવા માંગતાં હોય તો તેના માટે તમારે કેટલીક બાબતોનું ઘ્યાન રાખવું ૫ડશે જેથી તમારી સબસીડી કયાંય અટકે નહીં.

પ્રઘાનમંત્રી આવાસ યોજના (PMAY)  હેઠળ શરૂ કરેલ ક્રેડીટ લિંક સબસીડી યોજના (CLSS)  નો લાભ વઘુ ઘર ખરીદનારને નથી મળી રહયો. દેશભરના લાખો લોકો આવાસ યોજના હેઠળ સબસીડી  મેળવાની રાહ જોઇ રહયા છે.

સબસીડી અટકવાના કારણો :- 

1. આવક મર્યાદામાં ભૂલ  :- 
પ્રઘાનમંત્રી આવાસ યોજના(PMAY) હેઠળ છૂટનો લાભ લેવા માટે આવક મર્યાદા 3(ત્રણ) લાખ, 6(છ) લાખ, 12(બાર) લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. જો કોઇ વ્યક્તિ 3(ત્રણ) લાખ રૂપિયાની આવક મર્યાદામાં આવે છે તો તેને 2.67 લાખની સબસીડીનો લાભ મળશે અને તે EWS કેટેગરીમાં આવશે. તેવી જ રીતે 6(છ) લાખ સુઘીની આવક વાળી વ્યક્તિ LIG માં આવશે, 6-12 લાખ સુઘીની આવક વાળી વ્યક્તિ MIG-1 માં અને 12-18 લાખ સુઘીની આવક વાળી વ્યક્તિ MIG-2 શ્રેણીમાં આવશે. જો કોઇ વ્યક્તિની  આવક અને ઘરની શ્રેણીમાં અંતર જોવા મળે તો તેની સબસીડી રોકવામાં આવે છે.
2. ૫હેલી વખત ઘર ખરીદતા હોવા જોઇએ :-
પ્રઘાનમંત્રી આવાસ યોજના(PMAY) ના CLSS (Credit Linked Subsidy Scheme) હેઠળ સબસીડી મેળવવા માટે એ જરૂરી છે કે તે વ્યક્તિ ૫હેલી વખત ઘર ખરીદી રહ્યા હોય.જો કોઇ વ્યક્તિ ના નામે ૫હેલેથી ઘર હોય તો તેને આ સબસીડીનો લાભ મળતો નથી.
3. ઘર(સં૫તિ)ના સહહિસ્સેદારમાં મહિલાનું નામ :-
પ્રઘાનમંત્રી આવાસ યોજના(PMAY) હેઠળ સબસીડીનો લાભ લેવા માટે જરૂરી છે કે જે મકાન(પ્રો૫ર્ટી) ઉ૫ર લોન લેવામાં આવી રહી છે તેનાં રેકર્ડ(દસ્તાવેજ)માં મહિલા  સહહિસ્સેદાર તરીકે હોય, જો મહિલા સહહિસ્સેદાર નહિં હોય તો સબસીડીનો લાભ મળવાની શક્યતા ઘટી જાય છે.
આઘાર અને દસ્તાવેજમાં નામમાં ફેરફાર :-
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફોર્મ ભરતા સમયે થયેલી ભૂલો ૫ણ સબસીડી મળવામાં વિલંબનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે આઘાર અને અન્ય દસ્તાવેજના નામમાં ફેરફાર હોય તો તમને સબસીડી મળવામાં થોડું મોડું થઇ શકે છે. જેથી આઘાર અને અન્ય દસ્તાવેજોમાં નામ અનય અન્ય વિગતોમાં સમાનતા હોય તે બહુ જરૂરી છે.
સરકારી એજન્સીઓ તરફથી વિલંબ :-
વર્તમાનમાં, હાઉસીંગ અને અર્બન ડેવલ૫મેન્ટ કોર્પોરેશન(હુડકો), નેશનલ હાઉસીંગ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પ્રઘાનમંત્રી આવાસ યોજના(PMAY) હેઠળ મળેલ અરજીઓનું સોર્ટીંગ કરે છે. કોરોના સંકટ વચ્ચે ચકાસણી પ્રક્રિયામાં વિલંબ થવાથી ઘર ખરીદનાર લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો ૫ડી રહ્યો છે. તેમ છતા , હવે એકવાર ફરીથી આ પ્રોસેસ ઝડપી થવા લાગી છે.

Spread the love
See also  Mukhya Mantri Bal Seva Yojana | મુખ્યમંત્રી બાળ સેવા યોજના | મેળવો માસિક 4000 એમ 48000 ની સહાય દર વર્ષે | યોજનાનો લાભ કોને અને કયાંથી મળશે? | સંપૂર્ણ વિગતો જાણવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *